Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

પુષ્પા-ટૂના ટ્રેલર રીલિઝ થયાના કલાકામાં જ ચાર કરોડ વ્યૂ

November 19, 2024

મુંબઇ : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની  ફિલ્મ 'પુષ્પા, ધી રુલ'નું ટ્રેલર પટણામાં લાખોની ભીડ  વચ્ચે રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર સોશિયલ મીડિયા પર અપલોડ થયાના ગણતરીના કલાકોમાં જ ચાર કરોડથી વધારે વ્યૂ મળતાં   રેકોર્ડ સર્જાયો હતો. જોકે, આ ટ્રેલરના મિશ્ર પ્રત્યાઘાતો મળી રહ્યા છે. કેટલાક લોકોએ ટ્રેલરને બહુ વખાણ્યું છે જ્યારે કેટલાકને તે યશની 'કેજીએફ' સીરિઝની ફિલ્મોની સસ્તી કોપી જેવું લાગ્યું છે. ફિલ્મના પહેલા ભાગને હિંદી બેલ્ટમાં પણ અભૂતપૂર્વ સફળતા મળી હતી. તેના કારણે બીજા ભાગ માટે હિંદી ઓડિયન્સને ખાસ ધ્યાને રાખવામાં આવ્યું છે. આથી માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરુપે ફિલ્મનું ટ્રેલર પટણામાં રીલિઝ કરાયું હતું. આ વખતે અલ્લુ અર્જુન સહિતના કલાકારો ઉપરાંત ભોજપુરી એકટ્રેસ અક્ષરા સિંહ પણ હાજર રહી હતી. કલાકારોને જોવા માટે બે લાખથી પણ વધુ લોકો ઉમટી પડયા હતા. એક  તબક્કે ભીડ બેકાબુ બની હતી અને લોકોએ સ્ટેજ પર જવા ધસારો કર્યો હતો. આથી પોલીસે ભીડને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડયો હતો. ફિલ્મ આગામી પાંચમી ડિસેમ્બરે રીલિઝ થવાની છે. ટ્રેડ સમીક્ષકોના અંદાજ અનુસાર ટ્રેલરને મળી રહેલા વ્યૂ જોતાં ફિલ્મ  બોક્સ ઓફિસ ઓપનિંગમાં પણ નવા રેકોર્ડ તોડી શકે છે.