યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્ગો જહાજમાં ભયાનક આગ લાગી
July 12, 2026
યુક્રેન : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે સમુદ્રી માર્ગો પર હુમલા તેજ બન્યા છે. રશિયાએ પોતાના અત્યાધુનિક જેટ એન્જિનવાળા 'ગેરાન-4' ડ્રોન વડે યુક્રેનના ઓડેસા સ્થિત ચોર્નોમોર્સ્ક બંદરગાહ પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં યુક્રેનનું એક કાર્ગો જહાજ અને માછીમારી બોટને મોટું નુકસાન થયું છે અને જહાજમાં ભયાનક આગ લાગી ગઈ છે. રશિયન સેનાએ આ સચોટ ડ્રોન હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે.
બીજી તરફ, યુક્રેનના ડ્રોન દળોએ પણ સમુદ્રમાં વળતો પ્રહાર કર્યો છે. યુક્રેનિયન સૈન્યના ડ્રોન ફોર્સ કમાન્ડરે દાવો કર્યો છે કે, 'તેમના સૈન્ય દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં રશિયાના 14 ગુપ્ત જહાજો (શેડો ફ્લીટ) ને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં 10 ઓઈલ ટેન્કરોનો પણ સમાવેશ થાય છે.' રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુક્રેન આ ફિશિંગ ટ્રોલેરનો ઉપયોગ સામાન્ય માછીમારી માટે નહીં, પરંતુ રશિયન જહાજો પર હુમલો કરવા માટે ડ્રોન બોટ લોન્ચ કરવાના પ્લેટફોર્મ તરીકે કરતું હતું. રશિયાનો દાવો છે કે આ બોટ બ્લેક સીમાં તેમના સૈન્ય માટે મોટો ખતરો બની ગઈ હતી, તેથી તેને ધ્વસ્ત કરવામાં આવી છે. જો કે, યુક્રેન આ વાતને નકારી રહ્યું છે અને તેને નાગરિક જહાજો પર થયેલો હુમલો ગણાવી આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માંગી રહ્યું છે.
આ હુમલામાં વપરાયેલા રશિયાના ગેરાન-4 ડ્રોન સામાન્ય ડ્રોન કરતાં વધુ ઘાતક છે. તેમાં જેટ એન્જિન હોવાને કારણે તે ખૂબ જ તેજ ગતિથી લાંબુ અંતર કાપી શકે છે. આ ડ્રોન દુશ્મનના રડારને ચકમો આપીને કોઈપણ સંવેદનશીલ વિસ્તાર કે બંદરગાહ પર એકદમ સચોટ નિશાન લગાવવામાં સક્ષમ છે. બ્લેક સી (કાળો સમુદ્ર) એ યુક્રેન માટે અનાજ અને હથિયારોની નિકાસ કરવાનો મુખ્ય માર્ગ છે. રશિયા આ બંદરોને નિશાન બનાવીને યુક્રેનની આર્થિક કમર તોડવા માંગે છે. આ સતત થઈ રહેલા હુમલાના કારણે હવે આ સમુદ્રી માર્ગે વેપાર કરવો ખૂબ જ જોખમી બની ગયો છે. વીમા કંપનીઓએ આ રૂટ માટે પ્રીમિયમ દરો વધારી દીધા છે, જેના કારણે ઘણી વૈશ્વિક શિપિંગ કંપનીઓ હવે આ રસ્તેથી પોતાના જહાજો ચલાવવાનું ટાળી રહી છે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026