ઈરાન જતા રહો...' કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું - 'આ દેશ કોઈના બાપનો નથી...'
March 14, 2026
તમને જણાવી દઈએ કે, એક જાહેર રેલીને સંબોધિત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, 'મેં પણ સંભલ COનો વીડિયો જોયો છે. તેમાં તેઓ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમોને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે અને ઈરાનનું નામ લઈને ધમકાવે છે. શું આ દેશ તેમના (CO)ના બાપનો છે? દેશ બંધારણથી ચાલશે કે કોઈના શબ્દોથી?' ઓવૈસીના મતે સંભલ CO બેન્જામિન નેતન્યાહૂની 'બોલી' બોલી રહ્યા છે. શું ગેરંટી છે કે જો કાલે ઈઝરાયલના સમર્થનમાં રેલી કાઢવામાં આવશે તો તેઓ તેને રોકી દેશે? તેના બદલે તે જય-જયના નારા લગાવશે. આ દેશમાં વાણીની સ્વતંત્રતા છે, કાયદો પણ છે, તો પછી શા માટે કોઈના અધિકારો છીનવાઈ રહ્યા છે? બીજી તરફ ઈરાન યુદ્ધ અને પીએમ પર બોલતા AIMIM ચીફે કહ્યું કે, 'ભારત આ રીતે કેમ વર્તન કરી રહ્યું છે? દેશના વડાપ્રધાને ઈરાન પરના હુમલાની નિંદા કરવી જોઈતી હતી. પીએમએ દોહા, દુબઈ, બહેરીન અને કુવૈતમાં થયેલી ઘટનાઓની નિંદા કરવી જોઈતી હતી. તમે જઈને ટ્રમ્પ અને નેતન્યાહૂ સાથે કેમ બેસી ગયા? શું આ જ આપણી વિદેશ નીતિ છે? અમે 80 વર્ષથી તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. ભારત હંમેશા પેલેસ્ટિનિયનો સાથે એકજૂઠ ઉભું રહ્યું છે. કોઈપણ સાર્વભૌમ રાષ્ટ્ર પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. અમે પણ પાકિસ્તાન પર પણ હુમલો કર્યો. લોકો પૂછી શકે છે: તે કેવી રીતે વાજબી હતું? યુએન ચાર્ટરની કલમ 51 આપણને આવું કરવાનો અધિકાર આપે છે. પરંતુ ટ્રમ્પ અને નેતન્યાહૂએ ઈરાન પર હુમલો કેમ કર્યો?'
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં શાંતિ સમિતિની બેઠકમાં સંભલના CO (પોલીસ કમિશનર) એ કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં જે કોઈને પણ ઈરાનની ચિંતા થઈ રહી છે તેઓ જહાજમાં બેસીને ઈરાન જતા રહો અને ત્યાંથી લડાઈ લડો. COએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શુક્રવારની નમાજ દરમિયાન કોઈપણ દેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા અથવા કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કરવો એ સાંખી લેવામાં નહીં આવે. રસ્તાઓ પર નમાજ પઢવા સામે સૂચનાઓ જારી કરતા CO એ કહ્યું હતું કે, કોઈએ મસ્જિદની બહાર રસ્તા પર કોઈ વ્યક્તિ નમાઝ અદા નહીં કરશે. જો કોઈ કાયદો-વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જેલ હવાલે કરી દેવાશે.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026