સોનામાં તેજીનો જુવાળ, આજે ભાવ રૂ. 1100 વધી 88600ની રેકોર્ડ સપાટીએ, ચાંદીમાં પણ ઉછાળો
February 10, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે કિંમતી ધાતુમાં તેજી વધી છે. સોનાનો ભાવ છેલ્લા કેટલાક દિવસથી ઝડપથી વધી રહ્યો છે. અમદાવાદમાં આજે સોનું રૂ. 1100 વધી રૂ. 88600 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. ચાંદી પણ રૂ. 500 વધી રૂ. 94500 પ્રતિ કિગ્રા થઈ છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે ફરી પાછો ટ્રેડ વોર શરૂ થવાની ભીતિ વધી છે. જેના લીધે છેલ્લા કેટલાક દિવસથી કિંમતી ધાતુમાં રોકાણ વધ્યું છે. અમદાવાદમાં સોનું છેલ્લા દસ દિવસમાં રૂ. 3600 મોંઘુ થયું છે. ટ્રમ્પે ગઈકાલે જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં અમેરિકામાં આયાત થતાં એલ્યુમિનિયમ અને સ્ટીલ પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. જેનાથી વૈશ્વિક સ્તરે આર્થિક અને નાણાકીય પડકારો ઉભા થવાના જોખમો વધ્યા છે. આ સ્થિતિમાં રોકાણકારો સેફ હેવન ગણાતા સોના-ચાંદી તરફ ડાયવર્ટ થયા છે. બીજી તરફ સેન્ટ્રલ બેન્કો વ્યાજના દરો પણ ધીમે-ધીમે ઘટાડવા તરફ આગળ વધી રહી છે. જેના લીધે સોનામાં તેજીનો દોર જળવાઈ રહેવાની શક્યતાઓ વધી છે.
એમસીએક્સ ખાતે સોનાનો વાયદો 854 રૂપિયા ઉછળ્યો છે. ચાંદી વાયદો પણ 486 રૂપિયા ઉછળી 95819 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે, મેટલ પર ટેરિફ લાદવાની જાહેરાતના પગલે કોપરમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું.
એલકેપી સિક્યુરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એમસીએક્સમાં સોનું રૂ. 85800ની મજબૂત સપાટી ક્રોસ કરી ગયું છે. વૈશ્વિક બજારોમાં 2900 ડોલર પ્રતિ ઔંશના લેવલે પહોંચ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે મેટલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ટ્રેડ વોર શરૂ થવાની ભીતિ વચ્ચે રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. જો કે, આ ટેરિફ વોર કયાં દેશો પર લાદવામાં આવશે તેની સ્પષ્ટતા કરી નથી. રૂપિયો પણ 87.94ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં સોનામાં પોઝિટિવ ટ્રેન્ડ જળવાઈ રહેશે. જે આગામી દિવસોમાં 84000-86500ની રેન્જમાં ટ્રેડ થશે.
Related Articles
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026