શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
September 11, 2026
શુક્રવારે સવારના કારોબારમાં વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 740થી વધુ પોઈન્ટ ગગડીને 74,160 પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 50 પણ આશરે 250 પોઈન્ટના ઘટાડા સાથે 23,231 ની ઇન્ટ્રાડે સપાટીએ સરકી ગયો છે, જેના કારણે રોકાણકારોને શરૂઆતની મિનિટોમાં જ લાખો કરોડનું નુકસાન થયું છે.
શેરબજારમાં આવેલા અચાનક વેચવાલીના દબાણને કારણે બજારમાં વ્યાપક મંદી જોવા મળી છે. બીએસઈ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 478 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ભારે ઘટાડાને કારણે માત્ર શરૂઆતની પાંચ મિનિટમાં જ રોકાણકારોના અંદાજે 6 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ દોઢ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
આ મુખ્ય કારણો ઉપરાંત, દેશમાં આઈપીઓ (IPO) ની બોલબાલાને કારણે માર્કેટમાંથી મોટું નાણું પ્રાઇમરી માર્કેટ તરફ વળી ગયું છે, જેણે સેકન્ડરી માર્કેટને અસર કરી છે. વળી, યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયો પણ 27 પૈસા ઘટીને 95.79 ના સ્તરે પહોંચી ગયો છે, જેનાથી બજાર પરનું દબાણ વધુ વધ્યું છે. અમેરિકામાં મોંઘવારીના આંકડા પણ મજબૂત સામે આવ્યા છે જેના કારણે ફેડરલ બેન્ક દ્વારા વ્યાજદરોમાં વધારો ઝીંકવાની શક્યતા વધી ગઈ છે. જ્યારે બીજી બાજુ વિદેશી રોકાણકારો જબરદસ્ત રીતે વેચાણ કરી રહ્યા હોવાથી FII નો આંકડો ગગડતો જઈ રહ્યો છે.
Related Articles
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
સોનામાં ₹4200 તો ચાંદીમાં ₹6100થી વધુની ઉથલપાથલ
સોનામાં ₹4200 તો ચાંદીમાં ₹6100થી વધુની...
Aug 27, 2026
Trending NEWS
08 September, 2026
08 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026