પતંગરસિયા માટે ખુશખબરઃ ઉત્તરાયણમાં રહેશે સારો પવન, ઠંડીનું પણ જોર રહેશે
January 13, 2025
અમદાવાદ : ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે આવતીકાલે મંગળવારે ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે પવન અને ઠંડીને લઈને આગાહી કરી છે. જેમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં તરફ 15 થી 20 કિ.મી. પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યભરમાં વહેલી સવારથી ઠંડા પવનની લહેર વર્તાય રહી છે, ત્યારે આવતીકાલે મંગળવારે ઉત્તરાયણમાં પણ સારો એવો પવન રહેવાથી પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ઠંડી અને પવનને આગાહી કરી છે કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં તરફથી આવતા પવનની અસર થશે. જેને લઈને પતંગ રસિકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની મોજ માણી શકશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં ઉત્તરાયણ સહિતના આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાથી ઠંડીમાં રાહત થશે. આ પછી 2-3 ડિગ્રી સે. તાપમાનમાં ઘટાડો થવાથી ફરી ઠંડીનું જોર વધશે.
જ્યારે આગામી 19 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં શુષ્ક હવામાનની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી નલિયામાં નોંધાયું. જ્યારે વડોદરામાં 13.2 ડિગ્રી, અમદાવાદમાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.8 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, અમરેલીમાં 13 ડિગ્રી, ભાવનગરમાં 15.6 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું.
Related Articles
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026