ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત, જાણો કઈ તારીખે શરૂ થશે
November 05, 2025
રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. 'માવઠા'ના કારણે ખેતરોમાં ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીન જેવા મુખ્ય પાકોને વ્યાપક અસર થઈ છે. પાક તૈયાર થવાના સમયે જ વરસાદ પડતાં ખેડૂતોને આર્થિક ફટકો પડવાની ભીતિ સેવાઇ રહી છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ફરી એકવાર ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ખરીદી શરૂ થઈ શકી નહોતી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો.પરંતુ હવે, રાજ્ય સરકારે ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય કર્યો છે. સરકારી જાહેરાત મુજબ આ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા આગામી 9મી નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી નુકસાન વેઠી રહેલા ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ એવું જાહેર કર્યુ હતું કે સહકારી એજન્સી ગુજકોમાસોલ મારફત ખરીદી કરવામાં આવશે. પરંતુ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ એવો ખુલાસો કર્યો હતો કે સંસ્થાને ખરીદી વિશે કોઇ જાણ જ કરવામાં આવી નથી.
Related Articles
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે સાંજે થશે જાહેરાત, OBC અનામતના નવા રોટેશનનો થશે અમલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજ...
Apr 01, 2026
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું કર્યું લોકાર્પણ: ભારતીય સંસ્કૃતિની ભવ્ય ધરોહર ગણાવી
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્ર...
Apr 01, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ...
Mar 30, 2026
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ...
Mar 30, 2026
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે વાયડક્ટનું કામ પૂર્ણ
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ...
Mar 29, 2026
Trending NEWS
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શીતળા માતા મ...
31 March, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સા...
30 March, 2026
ફિલિપાઈન્સમાં ડીઝલ 81% મોંઘું, US-કેનેડામાં પણ ભાવ...
30 March, 2026
યુદ્ધ જલ્દી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો... હવે એ જ...
30 March, 2026
'ગ્રાઉન્ડ ઓપરેશન'માં એકલું પડ્યું અમેરિકા! ઈરાનમાં...
30 March, 2026
શેરબજારમાં 'બ્લેક મન્ડે': સેન્સેક્સ 1000 તો નિફ્ટી...
30 March, 2026
નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ...
30 March, 2026
મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા જ...
30 March, 2026
પાકિસ્તાનની ‘સ્માર્ટ લોકડાઉન’ની તૈયારી! સરકારે કહ્...
30 March, 2026
નેપાળ: ધરપકડના બીજા દિવસે પૂર્વ વડાપ્રધાન કેપી શર્...
30 March, 2026