સુરત સિવિલની ઘોર બેદરકારી: વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા! તપાસમાં ભાંડો ફૂટ્યો
January 13, 2026
ઉધના : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઉધના વિસ્તારમાં રહેતા 63 વર્ષીય મોતીલાલ ગઢવાલ નામના વૃદ્ધના મોતિયાના ઓપરેશનમાં થયેલી બેદરકારીએ તબીબી આલમમાં ખળભળાટ મચાવ્યો છે. ઓપરેશનના દોઢ મહિના બાદ પણ વૃદ્ધને દેખાતું ન હોવાથી જ્યારે અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવી ત્યારે ચોંકાવનારૂ સત્ય સામે આવ્યું હતું.
મોતીલાલભાઈની પુત્રવધૂ આરતીબેનના જણાવ્યા અનુસાર, 14મી નવેમ્બર, 2025ના રોજ જૂની સિવિલ હોસ્પિટલ (લાલીવાડી) ખાતે મોતીલાલભાઈની આંખનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના બે દિવસ બાદ પાટો ખોલ્યો ત્યારે મોતીલાલભાઈને કંઈ જ દેખાતું નહોતું. ડૉક્ટરે 'ટીપાં નાખો, બધું ઠીક થઈ જશે' તેમ કહી ઘરે મોકલી દીધા હતા. જ્યારે પહેલી ડિસેમ્બર 2025ના રોજ જ્યારે પરિવાર તેમને નવી સિવિલની OPDમાં લઈ ગયો, ત્યારે ત્યાંના ડૉક્ટરોએ તપાસીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે, આંખમાં લેન્સ નાખવામાં જ આવ્યો નથી.
Related Articles
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અ...
Feb 05, 2026
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લા...
Feb 04, 2026
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી...
Feb 04, 2026
વડોદરા : હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા, તમામનો આબાદ બચાવ
વડોદરા : હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમા...
Feb 03, 2026
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ૪૫,૦૦૦ હરિભક્તોએ લીધો શાકોત્સવનો પ્રસાદ
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ૪૫,૦૦૦ હરિભક...
Feb 03, 2026
વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો થતા તંત્રમાં દોડધામ
વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ...
Feb 02, 2026
Trending NEWS
04 February, 2026
04 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026
03 February, 2026