ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા
August 11, 2025
ગુજરાતમાં પણ છાનાપગલે ગન કલ્ચર વિસ્તરી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં જ 5204 લોકોએ ગન લાયસન્સ મેળવ્યા છે. જેમાં અમદાવાદથી સૌથી વધુ 690, રાજકોટથી 540 જ્યારે દાહોદથી 487 લોકોએ બંદૂક રાખવાનો પરવાનો મેળવી લીધો છે. વધતા જતા હથિયારના ક્રેઝ આગામી સમયમાં ગુનાખોરીના આંકડામાં વધારો લાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
રાઇટ ટુ ઈન્ફોર્મેશનથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 5 વર્ષમાં 200થી વધુ લોકોને ગન લાયસન્સ અપાયા હોય તેવા રાજ્યમાં સુરત, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, વડોદરા, મોરબી, ગાંધીનગર, બનાસકાંઠા અને જૂનાગઢનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ મણિપુર, નાગાલેન્ડથી સંખ્યાબંધ બોગસ હથિયાર લાયસન્સ અને તેના પર કારતૂસો ખરીદવાના મામલે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે 66 આરોપીઓને ઝડપી લઇને તેમની સામે ચાર્જશીટ કરી દીધી છે. ગુજરાતમાં બીજા રાજ્યમાંથી લાઈસન્સ લાવવાનો કારોબાર વર્ષોથી ચાલે છે. જમ્મુ-કાશ્મીરથી ગન લાયસન્સ કૌભાંડ પકડી ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના મોટા માથાઓ સામે કાર્યવાહી કરી પછી વર્ષ 2007માં પણ જમ્મુ-કાશ્મીરના બોગસ ગન લાયસન્સ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આ પછી નાગાલેન્ડના બોગસ ગન લાયસન્સનો ઘટસ્ફોટ થયો હતો.
ગન લાયસન્સ મેળવવા માટે કુલ 113 નિયમોનો અમલ કરવાના હોય છે. પરંતુ બીજા રાજ્યમાંથી લાયસન્સ અપાવતાં એજન્ટો અને પૈસા એટલા મજબૂત છે કે બીજા રાજ્યોના લાયસન્સના આધારે ગુજરાતમાં ગન કલ્ચર સતત ભયજનક રીતે વિસ્તરી રહ્યું છે. બીજા રાજ્યના લાયસન્સના આધારે ગુજરાતમાં ગન ખરીદવાનું હવે આસાન નથી. ગન વેચતા મોટાભાગના વેપારીઓ અન્ય રાજ્યના લાયસન્સ ઉપર હથિયાર વેચતા ન હોવાથી હરિયાણા, દિલ્હીથી ગન ખરીદીમાં પણ એજન્ટોની ચેઈન સક્રિય છે.
ગન લાયસન્સ માટે અરજી કરનારાએ ત્રણ વર્ષના આઈ.ટી. રિટર્ન ભરેલા હોવા જોઈએ. પરવાનગી માગનાર સામે કોઈ ફોજદારી કેસ ચાલતો હોવો જોઇએ નહીં. જમીનની સુરક્ષા અથવા પોતાની કે પરિવારની સુરક્ષાની જરૂરિયાત હોવી જોઈએ. સામાન્ય રીતે મોટા વ્યવસાયમાં કોઇ દુશ્મનાવટની ભીતિ હોવાના કારણે પણ લોકો અરજી કરતા હોય છે. આ સાથે અરજદારે ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવું પડે છે. સમાયંતરે ચૂંટણી, રથયાત્રા કે પછી અન્ય મોટા તહેવાર દરમિયાન હથિયાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહે છે. હથિયાર લીધા બાદ ચોક્કસ મહિને બુલેટનો હિસાબ આપવાનો રહે છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
27 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026