કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું, વિસ્તરણથી ક્ષમતા 13.1 મિલિયન
February 23, 2026
આસામના લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકમાં નિર્માણ કરાયલા નવા ટર્મિનલનું વ્યાપારી કામકાજ આજ સાંજથી શરૂ થતાં મુસાફરોની અવરજવરની વાર્ષિક ક્ષમતા 13.1 મિલિયન થઈ છે તે સાથે ગુવાહાટીની દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના ભારતના વ્યૂહાત્મક ઉત્તર-પૂર્વીય પ્રવેશદ્વાર નામ મુખ્ય ઉડ્ડયન પ્રવેશદ્વાર તરીકેની સ્થિતિ વધુ મજબૂત થઈ છે.આ સંક્રમણ ચેક-ઇન, બેગેજ હેન્ડલિંગ, સુરક્ષા અને સંપૂર્ણ તૈનાતી પહેલાં એરક્રાફ્ટ ટર્નઅરાઉન્ડમાં જીવંત ટ્રાયલ જેવી તબક્કાવાર કામગીરીનો આધાર લઇ કરવામાં આવ્યું હતું.જે સફળ થતાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ટર્મિનલ 20 ડિસેમ્બર, 2025 ના રોજ વિધિવત ખુલ્લું મૂક્યું હતું.
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા શર્મા અને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL)ના ડિરેક્ટર જીત અદાણીની ઉપસ્થિતિમાં કામગીરી આરંભાઇ હતી.આ વેળા આ ટર્મિનલના પ્રથમ પ્રવાસીને ઔપચારિક બોર્ડિંગ પાસ જારી કરવામાં આવ્યો હતો.
આ નવા ટર્મિનલ ખાતે મુંબઈથી અકાસા એરની ફ્લાઇટનું આગમન થયું હતું.માળખાગત વિસ્તરણની સાથે પ્રદેશની સાંસ્કૃતિક ઓળખની ઝાંખી કરાવતા આગમનને વધાવવા પરંપરાગત દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયું હતું,આ પ્રસંગે કારીગર સમૂહ, ચાના બગીચાના કામદારો, ફ્રન્ટલાઈન સ્ટાફ અને કેન્દ્રીય ઔદ્યોગિક સલામતિ દળના જવાનો હાજર રહ્યા હતા.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026