હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ ƒ પોલીસનો દાવો
February 22, 2026
દિલ્હી- દેશની રાજધાની દિલ્હી સ્પેશિયલ સેલે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા મોડ્યુલને લઈને મોટો ખુલાસો કર્યો છે. આઠ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશમાં હાજર આ મોડ્યુલનો હેન્ડલર શબ્બીર શાહ લશ્કરના ટોપ નેતૃત્વ સાથે સીધા સંપર્કમાં હતો. જે આતંકીઓને પડકવામાં આવ્યા છે તેમની પાસેથી એક ડઝન કરતાં વધુ મોબાઈલ ફોન અને 16 સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓએ દેશમાં ફેલાયેલા આતંકવાદી નેટવર્ક પર મોટો પ્રહાર કરતા કુલ 8 આતંકીઓની ધરપકડ કરી છે. 6 આતંકવાદીઓની તમિલનાડુથી અને 2 શંકાસ્પદોની પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ ભારત વિરુદ્ધ રચાઈ રહેલા મોટા કાવતરાના અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
તપાસમાં સામે આવ્યું છે કે, શબ્બીર અહેમદ લોન (જે શબ્બીર શાહ તરીકે પણ ઓળખાય છે), વર્ષ 2007થી લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ અને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ઝકી-ઉર-રહેમાન લખવી સાથે સતત સીધા સંપર્કમાં હતો. 2007માં જ્યારે દિલ્હીમાં તેની ધરપકડ થઈ હતી, ત્યારે તેની પાસેથી મળેલા પુરાવાઓથી સાબિત થયું હતું કે તે પાકિસ્તાની આતંકી સંગઠનોના આકાઓ સાથે સીધી વાતચીત કરતો હતો. તેમ છતાં વર્ષ 2017માં જેલમાંથી મુક્ત થયા બાદ તે ભારત છોડીને ભાગી ગયો હતો.
સ્પેશિયલ સેલે એ પણ ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ખતરનાક પ્લાન બનાવી રહી છે. ISI ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની ભરતી કરી રહ્યું છે. તે ભારતમાં ફરી આતંકવાદી હુમલા માટે મજબૂત નેટવર્ક ઊભું કરવા માંગે છે, જેના માટે મોટા પાયે ફંડિંગ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026