વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા
September 18, 2025
વડોદરા : વડોદરા શહેરમાં બે દિવસના વરસાદી વિરામ બાદ અચાનક ગરમી અને બફારાએ હાહાકાર મચાવ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જેના પગલે ગભરામણ અને બેભાન થવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં ગરમી સંબંધિત કારણોસર ચાર વ્યક્તિઓના મોત થયાની આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, માંજલપુર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ પરમાર અને વેમાલી ગામના મયુરભાઈ પટેલનું ગભરામણ થવાથી અચાનક મૃત્યુ નીપજ્યું હતું. બંને કિસ્સાઓમાં, પ્રાથમિક તપાસમાં ગરમીના કારણે જ મોત થયું હોવાનું પોલીસ માની રહી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંને વ્યક્તિઓને અચાનક ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી, અને હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
વડોદરા નજીક વેમાલીમાં રામા સ્કાય સોસાયટીમાં રહેતા મૂળ અમદાવાદના મયુર રમેશચન્દ્ર પટેલ (ઉ.વ.52) લિફ્ટમાં બેસી નીચે જતા હતા. ત્યારે લિફ્ટમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને બાદમાં સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેમનું મોત નિપજ્યું હતું.
અન્ય બનાવમાં માંજલપુર જીઆઇડીસી વિસ્તારમાં ગંગાબાનગરમાં રહેતા પ્રવિણ દેવજીભાઈ પરમાર (ઉ.વ.67)ને ઘેર ગભરામણ થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું.
આ ઉપરાંત, શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ ગરમીની અસરના કિસ્સાઓ સામે આવ્યા છે. સમા વિસ્તારના 40 વર્ષીય અશોક દેવીપૂજક અને અલકાપુરી વિસ્તારના ટીકા દેવાભાઇને પણ ગભરામણની ફરિયાદ બાદ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, બે દિવસ અગાઉ પણ શહેરમાંથી બેભાન અવસ્થામાં મળેલા ત્રણ અજાણ્યા વ્યક્તિઓમાંથી બેના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા. આ તમામ ઘટનાઓ પાછળ આકરી ગરમી અને ભેજવાળું વાતાવરણ જવાબદાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
શહેરના સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તબીબો દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહીનું સેવન કરવા તથા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
Related Articles
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ!
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના...
Jun 26, 2026
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસા...
Jun 25, 2026
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ...
Jun 25, 2026
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ...
Jun 24, 2026
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલ...
Jun 22, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026