Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે નિર્ણય

March 22, 2026

દિલ્હી : પશ્ચિમ એશિયા (Middle East)માં ઘેરાતા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનમાં વધતા પડકારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે એક મહત્વપૂર્ણ મંત્રીસ્તરની સમીક્ષા બેઠક કરી, આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રી અને અધિકારી હાજર છે.બેઠકનો મુખ્ય એજન્ડા યુદ્ધને કારણે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓના પગલે દેશમાં પેટ્રોલિયમ, વીજળી અને ખાતર જેવા વિવિધ ક્ષેત્રોની સુરક્ષા અને નિરંતરતા સુનિશ્ચિત કરવાનો છે.
યુદ્ધની સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઈરાને ઈઝરાયલ અને પડોશી ખાડી દેશો પર જવાબી કાર્યવાહી કરી. હાલમાં સૌથી મોટો પડકાર હોર્મુઝ સ્ટ્રેટને લઈને છે, જ્યાંથી વિશ્વની 20 ટકા ઉર્જાનું પરિવહન થાય છે. ઈરાન દ્વારા આ માર્ગ પર જહાજોની અવરજવર સીમિત કરવાથી વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ઘેરાયું છે. ખાસ કરીને ક્રૂડ અંગે ગેસ માટે બીજા દેશો પર નિર્ભર ભારત અને ચીન જેવા દેશો સંકટમાં મુકાયા છે.