મેચ રમતો ન હતો તો પણ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ઈતિહાસ, ઓરેન્જ કેપ જીતનારો સૌથી યુવા બેટર

June 01, 2026

IPL 2026 માંથી રાજસ્થાન રોયલ્સ બહાર થઈ ગયા હોવા છતાં, વૈભવ સૂર્યવંશીએ એક રેકોર્ડ બનાવ્યો છે. આમ, વૈભવ IPL ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ અને સાઈ સુદર્શન તેના નજીકના હરીફ હતા, પરંતુ બંને બેટ્સમેન ફાઇનલમાં વહેલા આઉટ થઈ ગયા હતા.15 વર્ષીય યુવા ભારતીય બેટર વૈભવ સૂર્યવંશી  IPLના ઇતિહાસમાં ઓરેન્જ કેપ જીતનારો સૌથી યુવા બેટર બની ગયો છે, ત્યારે વૈભવે 16 મેચોમાં 48.50ની એવરેજ સાથે 776 રન બનાવ્યા છે. સૌથી વધારે રનના મામલે બીજા ક્રમે શુભમન ગિલ 732 અને સાઈ સુદર્શન 722 ત્રીજા ક્રમે રહ્યા હતા. વૈભવે પ્લેઓફની મેચોમાં પણ શાનદાર બેટિંગ કરતાં પોતાની ટીમ માટે 96 અને 97 રન બનાવ્યા હતા. આટલું જ નહીં આ ટુર્નામેન્ટમાં સૌથી જબરદસ્ત મુદ્દો તેનો સ્ટ્રાઈક રેટ રહ્યો છે. આ સિઝનમાં તેણે સૌથી વધુ 237.31ના સ્ટ્રાઈક રેટથી ફટકાબાજી કરી હતી. IPL 2026માં સૌથી વધુ 72 છગ્ગા વૈભવે ફટકાર્યા છે. જેમાં બીજા ક્રમે રહેલા અભિષેક શર્માએ 43 છગ્ગા ફટકાર્યા હતા! જે દર્શાવે છે કે સિક્સ ફટકારવાના મામલે વૈભવની આસપાસ પણ કોઈ નથી! વૈભવે આ વર્ષે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો ઍવોર્ડ જીતવા માટે પણ તે પ્રબળ દાવેદારી નોંધાવી હતી.