Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

વડોદરામાં PM મોદીના કાર્યક્રમમાં 24 કલાક ફરજ બજાવનાર હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત, બે મહિલા બેભાન

May 26, 2025

વડોદરા  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા માટે બંદોબસ્તમાં મુકવામાં આવેલા 29 વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાને પણ ચક્કર આવતા ઢળી પડી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેર નજીકના લક્ષ્મીપુરા ગામમાં રહેતા 29 વર્ષના નિતેશભાઇ જરીયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમમાં તેમને રવિવારે સવારે 11 વાગ્યાથી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા. રવિવારે આખો દિવસ, રાત અને આજે સવારે પણ તેઓ ડ્યુટી પર હાજર હતા. સવારે 8:00 વાગે નિતેશભાઇ જરીયાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સાથી કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. 

પ્રાથમિક તારણ મુજબ હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો. નિતેશભાઇના પત્ની ઘરકામ કરે છે, જ્યારે એક વર્ષનું તેમનું નાનું બાળક પણ છે. બનાવના પગલે તેમના સગા વાલા અને મિત્રો સયાજી હોસ્પિટલ સાથે દોડી આવ્યા હતા. 

ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે.  ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. PM મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકો દ્વારા આવકારવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પુરી કર્યા બાદ પીએમ મોદી દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી.