કાનપુરમાં ભયાનક અકસ્માત, કાર તળાવમાં ખાબકતા એક બાળક સહિત 4નાં કરૂણ મોત
February 21, 2026
મારુતિ ઇકો કાર બેકાબૂ થઈ રસ્તા કિનારે આવેલા તળાવમાં પડી ગઈ હતી, જેના કારણે એક નિર્દોષ બાળક સહિત 4 લોકોના કરુણ મોત થયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં ચીસો અને કલ્પાત મચી ગયો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ કારમાં કુલ 10 લોકો સવાર હતા. બધા લોકો તેરહમીના કાર્યક્રમમાં હાજરી આપી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. જણાવાય છે કે શિવલી-રનિયા માર્ગ પર એક વળાંક છે, જ્યાં ડ્રાઇવર કાર પર કાબૂ રાખી શક્યો નહીં. વધુ ઝડપના કારણે કાર સીધી રસ્તા કિનારે આવેલા તળાવમાં પડી ગઈ હતી.
આ દુર્ઘટનામાં એક બાળક સહિત 4 લોકોનું સ્થળ પર જ મોત થયું, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. મૃતકો બધા એક જ પરિવારના હોવાનું કહેવાય છે. પરિવારનો આનંદનો માહોલ પળવારમાં શોકમાં બદલાઈ ગયો હતો. ઘટનાની ખબર મળતા જ આસપાસના ગામોના લોકો તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા.
સ્થિતિ જોઈ કોઈએ સમય બગાડ્યો નહીં અને ઘણા યુવકો તળાવમાં કૂદી પડ્યા. પાણીમાં ડૂબેલી કારના દરવાજા ખોલીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી. કેટલાક લોકો દોરી અને લાકડાની મદદથી બચાવમાં જોડાયા. થોડા સમયમાં પોલીસ પણ પહોંચી ગઈ અને ગ્રામજનો સાથે મળી રાહત અને બચાવ કામગીરી તેજ કરી.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026