અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2 ફાઇટર જેટ વચ્ચે હવામાં ભયાનક ટક્કર, ચારેય ક્રૂ સભ્યો સુરક્ષિત
May 18, 2026
અમેરિકાના ઇડાહો રાજ્યમાં રવિવારે 17 મેના રોજ યોજાયેલા એર શૉ દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બપોરે માઉન્ટેન હોમ એર ફોર્સ બેઝ પર ગનફાઇટર સ્કાઇઝ એર શૉ ચાલી રહ્યો હતો, ત્યારે સંતુલન બગડવા અથવા સંકલનમાં ખામીને કારણે યુએસ નેવીના 2 ફાઇટર જેટ હવામાં એકબીજા સાથે અથડાઈ ગયા હતા.
આ બંને ફાઇટર જેટ જ્યારે હવાઈ કરતબો બતાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ટક્કર બાદ થોડી જ વારમાં બંને વિમાન આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયા હતા અને જમીન પર પડી ગયા હતા. આ અકસ્માતમાં સામેલ વિમાન યુએસ નેવીના EA-18G ગ્રોલર્સ હતા. સદનસીબે બંને વિમાનમાં સવાર ચારેય ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. બેઝના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચારેય વ્યક્તિઓની હાલત હાલમાં સ્થિર છે અને દર્શકો કે જમીન પર રહેલા લશ્કરી કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી.
મીડિયા અહેવાલો મુજબ, 8 વર્ષ બાદ પહેલી વાર રવિવારે આ ગનફાઇટર સ્કાઇઝ એર શૉ યોજાઈ રહ્યો હતો. અગાઉ 2018 માં યોજાયેલા છેલ્લા શૉ દરમિયાન પણ એક અકસ્માત થયો હતો, જેમાં એક હેંગ-ગ્લાઇડર પાઇલટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, અત્યાર સુધી ફાયર વિભાગ, પોલીસ કે ઇમરજન્સી મેનેજમેન્ટ અધિકારીઓ તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026
28 September, 2026