સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું
February 09, 2026
ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. ખાસ કરીને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
આજના કારોબારની વિગતો જોઈએ તો, સોનું અગાઉના 1,55,451.00 ના બંધ ભાવની સામે આજે 1,56,000.00 પર ખૂલ્યું હતું અને ટૂંક જ સમયમાં તે 1,58,500.00 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. સમાચાર લખવા સુધીમાં સોનામાં અંદાજે ₹2,429 (+1.56%) નો વધારો જોવા મળ્યો છે. જોકે આજના કુલ ઉછાળાની વાત કરીએ તો તે 3000થી વધુનો થાય છે.
બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ પ્રચંડ તેજી આવી છે. ચાંદી તેના જૂના બંધ ભાવ 2,49,892.00 ની સરખામણીએ આજે 2,59,887.00 પર ખૂલી હતી અને ઉછળીને 2,64,885.00 ની સપાટીને સ્પર્શી ગઈ હતી. ચાંદીમાં એક જ દિવસમાં ₹14,005 (+5.60%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
તેજીના કારણો શું?
આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક તણાવ અને રોકાણકારોનો સોના પ્રત્યેનો વધતો વિશ્વાસ જવાબદાર છે. જાન્યુઆરી 2026માં ભારતીય ગોલ્ડ ETFમાં રોકાણમાં 98% નો જંગી વધારો થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો હવે ડિજિટલ ગોલ્ડ તરફ વધુ વળી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ફેરફાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદી જેવી સલામત રોકાણની મિલકતોમાં માંગ વધી રહી છે.
વૈશ્વિક બજારની અસર એશિયા પર પણ જોવા મળી રહી છે, જ્યાં જાન્યુઆરીમાં એશિયન ગોલ્ડ ETFમાં 10 અબજ ડોલરનું રેકોર્ડબ્રેક રોકાણ આવ્યું હતું. વિશ્વભરમાં વધી રહેલી આ માંગ અને ભૌગોલિક અસ્થિરતાને કારણે આગામી સમયમાં પણ સોના-ચાંદીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રાહકો માટે હવે ઘરેણાં ખરીદવા મોંઘા સાબિત થઈ શકે છે, જ્યારે રોકાણકારો માટે આ સમય નફાકારક જણાઈ રહ્યો છે.
Related Articles
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેર...
Mar 19, 2026
રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112
રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93....
Mar 19, 2026
મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર
મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફર...
Mar 17, 2026
ગોલ્ડ-સિલ્વરના ભાવમાં કડાકો! ચાંદીની કિંમતમાં એકઝાટકે રૂ. 10 હજારથી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તું
ગોલ્ડ-સિલ્વરના ભાવમાં કડાકો! ચાંદીની કિં...
Mar 16, 2026
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હા...
Mar 11, 2026
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયુ...
Mar 10, 2026
Trending NEWS
26 March, 2026
26 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026
25 March, 2026