અલ્લૂ અર્જુનના દાવા પર હૈદરાબાદ પોલીસે જાહેર કર્યા CCTV ફુટેજ
December 22, 2024
હૈદરાબાદ : હૈદરાબાદ શહેર પોલીસે રવિવારે સંધ્યા થિયેટરના સીસીટીવી ફુટેજ જાહેર કર્યા. જ્યાં 4 ડિસેમ્બરે અલ્લૂ અર્જુન પોતાની ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભાગદોડ મચી હતી અને ત્યારબાદ અલ્લૂ અર્જુનને થિયેટરની બહાર લઈ જવાયા હતા. ભાગદોડમાં એક મહિલાનું મોત થયું અને તેમનો દીકરો ઈજાગ્રસ્ત થઈ ગયો. સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યાં છે કે, પોલીસ એક્ટરને થિયેટરની બહાર લઈ જઈ રહ્યા છે. એસીપી રમેશે મીડિયાને એ પણ જણાવ્યું કે, 'પોલીસે અર્જુનને ભાગદોડ અંગે ત્યારે જણાવાયું જ્યારે તેઓ સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યા હતા.'
એસીપી રમેશે વધુમાં કહ્યું કે, 'અલ્લૂ અર્જુનના મેનેજર સંતોષને સૌથી પહેલા મોત અંગે જણાવાયું, જ્યારે તેઓ થિયેટરમાં હતા. અમે તેમને એ પણ જણાવ્યું કે, સ્થિતિ નિયંત્રણની બહાર થઈ રહી છે અને એક યુવક હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ સંતોષ અને અન્ય એક વ્યક્તિએ અમને એક્ટરને મળવા ન દિધા.' કેટલાક દેખાવકારોએ આજે (22 ડિસેમ્બર) અલ્લુ અર્જુનના ઘર બહાર હુમલો કર્યો છે. દેખાવકારોએ ગુસ્સામાં આવી સૂત્રોચ્ચાર કરી તેમના ઘરના બહીચામાં તોડફોડ કરી છે. એવું કહેવાય છે કે, દેખાવકારો પીડિત પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવાની માંગ કરી રહ્યા છે.
Related Articles
રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત
રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા...
Jun 25, 2026
ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે
ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કા...
Jun 25, 2026
બીજાં લગ્નના છ માસ બાદ સામંથા પ્રેગનન્ટ હોવાની અટકળો
બીજાં લગ્નના છ માસ બાદ સામંથા પ્રેગનન્ટ...
Jun 22, 2026
જાણીતા હોલિવૂડ એક્ટરે ઈસ્લામ અંગીકાર કર્યો, સાઉદીમાં નમાઝ પઢતો વીડિયો વાઇરલ
જાણીતા હોલિવૂડ એક્ટરે ઈસ્લામ અંગીકાર કર્...
Jun 22, 2026
અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં!
અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુ...
Jun 17, 2026
‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!
‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે.....
Jun 17, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026