વિરાટ કોહલી સાથે મારો કોઈ ઝઘડો નથી…, હેન્ડશેક વિવાદ પર ટ્રેવિસ હેડનો જવાબ

July 26, 2026

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચ બાદ ભારે ચર્ચામાં રહેલા વિવાદ પર આખરે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે મૌન તોડ્યું છે. વિરાટ કોહલી સાથેના કથિત અણબનાવ અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેના પરિવારને નિશાનો બનાવીને કરવામાં આવેલી દર્દનાક ટ્રોલિંગ પર હેડે પહેલીવાર ખુલ્લેઆમ પોતાનો આક્રોશ અને પીડા વ્યક્ત કરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલી સાથે તેના કોઈ ખરાબ સંબંધો નથી અને મીડિયા તેમજ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો માત્ર અફવા છે. IPL 2026ની સીઝન દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી મેચ બાદ એક વીડિયો વાયરલ થયો હતો. મેચ સમાપ્ત થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે કેમેરામાં કેદ થયું હતું કે વિરાટ કોહલી ટ્રેવિસ હેડની સામે જોયા વગર તેની બાજુમાંથી પસાર થઈ ગયો હતો અને હેડ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયાના કીબોર્ડ વોરિયર્સ સક્રિય થઈ ગયા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે બંને દિગ્ગજો વચ્ચે મેદાન પર થયેલી સ્લેજિંગના કારણે સંબંધોમાં ભારે ખટાસ આવી ગઈ છે.
આ વિવાદના મહિનાઓ બાદ એક ઇન્ટરવ્યુમાં વાતચીત કરતી વખતે ટ્રેવિસ હેડે તમામ અટકળોને સખત શબ્દોમાં નકારી કાઢી છે. હેડે જણાવ્યું, "મને નથી લાગતું કે અમારે કોઈ પેચ-અપ કરવાની જરૂર છે. અમારા વચ્ચે કોઈ વિવાદ કે અણબનાવ જેવી વાત જ નથી. ટૂર્નામેન્ટ જે રીતે આગળ વધી, તે રીતે જ બધું સામાન્ય રહ્યું હતું. આમાં કોઈ આશ્ચર્ય પામવા જેવી ઘટના નહોતી. વિરાટ અને મારા સંબંધો એકદમ સામાન્ય છે." મેદાન પરની હરીફાઈને એક પ્રોફેશનલ ખેલાડી તરીકે હેડ સામાન્ય ગણાવે છે, પરંતુ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર તેની પત્ની અને પરિવારને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા તેનાથી તે ખૂબ જ દુખી થયો છે. આ વિવાદ બાદ કથિત ક્રિકેટ ફેન્સે ટ્રેવિસ હેડની પત્ની જેસિકા હેડના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જઈને અત્યંત આપત્તિજનક અને અભદ્ર કમેન્ટ્સ કરી હતી. પોતાની પીડા વ્યક્ત કરતા હેડે જણાવ્યું કે,