ઝેલેન્સ્કી નહીં, હું છું બોસ... ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુક્રેનના PMની મજાક ઉડાવી; મહત્ત્વપૂર્ણ બેઠક પહેલા જ તણાવ
December 27, 2025
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા લોહિયાળ જંગને સમાપ્ત કરવા માટે રવિવારે એક હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાવાની છે. પરંતુ આ બેઠકના બે દિવસ પહેલા જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને સ્પષ્ટ શબ્દોમાં પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, 'યુએસ પ્રમુખની લીલી ઝંડી વગર ઝેલેન્સ્કીની કોઈપણ યોજના કે માગની કોઈ કિંમત નથી.' આવતીકાલે એટલે કે 28 ડિસેમ્બરે ફ્લોરિડાના માર-એ-લાગોમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ઐતિહાસિક મુલાકાત થવાની છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા '20-સૂત્રીય શાંતિ યોજના' છે. યુક્રેન આ પ્લાન હેઠળ ભવિષ્યની સુરક્ષા માટે નાટોના 'આર્ટિકલ 5' જેવી મજબૂત અમેરિકન ગેરંટી ઈચ્છી રહ્યું છે. આ ઉપરાંત, સરહદ પર 'ડિમિલિટ્રાઈઝ્ડ ઝોન'(અસૈન્ય ક્ષેત્ર) બનાવવા અને ઝપોરિઝિયા પરમાણુ પ્લાન્ટના સંચાલન જેવા મુદ્દાઓ પર પણ નિર્ણાયક ચર્ચા થશે. એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, 'ઝેલેન્સ્કી પાસે ત્યાં સુધી કંઈ જ નથી, જ્યાં સુધી હું તેને મંજૂર ન કરું. અમે જોઈશું કે તેમની પાસે શું પ્રસ્તાવ છે.' ટ્રમ્પના આ નિવેદને સાફ કરી દીધું છે કે આ શાંતિ પ્રક્રિયામાં અમેરિકા માત્ર એક સાથી નહીં, પણ મુખ્ય 'નિર્ણાયક'ની ભૂમિકામાં છે. ઝેલેન્સ્કીએ તાજેતરમાં કહ્યું હતું કે તેમનો શાંતિ પ્લાન 90% તૈયાર છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે આ સમજૂતી માત્ર અમેરિકા અને યુક્રેન વચ્ચેની નથી. ઝેલેન્સ્કીના મતે આ શાંતિ દસ્તાવેજમાં ચાર સ્તંભો છે: યુક્રેન, અમેરિકા, રશિયા અને યુરોપ. રશિયા અને યુરોપની સહમતી વગર આ સમજૂતી અસરકારક સાબિત થઈ શકે તેમ નથી.
Related Articles
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026