બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ તાબડતોબ એક્શન, 7 આરોપીઓની ધરપકડ
December 20, 2025
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાનો દોર શરૂ થઈ ગયો છે. ગઇકાલે મૈમન સિંહ જિલ્લામાં એક હિન્દુ યુવકને ક્રૂરતાપૂર્વક માર મારી મોતને ઘાત ઉતારી દેવામાં આવ્યો હતો. હવે આ મામલે તાબડતોબ એક્શન લેવાતા સાત લોકોની ધરપકડ કરી લેવામાં આવ્યાની માહિતી સામે આવી છે. મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસની સરકારે શનિવારે જણાવ્યું કે રેપિડ એક્શન બટાલિયને મૈમન સિંહના બાલુકામાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યા મામલે શંકાસ્પદોને પકડી પાડ્યા છે. આ મામલે સાત શંકાસ્પદ પકડાયા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ લિમોન સરકાર (19), મોહમ્મદ તારિક હુસેન (19), મોહમ્મદ માનિક મિયા (20), ઈરશાદ અલી (39), નિજામુદ્દીન(20), આલમગીર હુસેન (38) અને મોહમ્મદ મિરાજ હુસેન (46) તરીકે થઇ હતી. યુનુસે કહ્યું કે આ ધરપકડ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે આરએબી યુનિટ દ્વારા દરોડાની કાર્યવાહી દરમિયાન કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યારે દરોડાની કાર્યવાહીમાં આ શંકાસ્પદોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન બાંગ્લાદેશના એક મુખ્ય યુવા નેતાનો મૃતદેહ શુક્રવારે સિંગાપોરથી ઢાકા લાવવામાં આવતા વચગાળાની સરકારે નાગરિકોને અમુક સામાજિક તત્વો દ્વારા કરાયેલી હિંસાથી દૂર રહેવા આહ્વાન કર્યું હતું. યુવા નેતા શરીફ ઉસ્માન હાદીને છ દિવસ પહેલા ગોળી મારવામાં આવી હતી. તે જુલાઈમાં સરકાર વિરુદ્ધ થયેલા હિંસા દેખાવોનો એક મુખ્ય ચહેરો હતો.
Related Articles
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથ...
May 16, 2026
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026