Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડેટ, તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં થશે રજૂ!

July 01, 2025

અમદાવાદ :  અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મુદ્દે મોટી અપડેટ આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ પ્લેન ક્રેશનો પ્રારંભિક રિપોર્ટ 11 જુલાઈ સુધી રજૂ થઈ શકે છે. ચાર-પાંચ પેજના આ રિપોર્ટમાં એર ઇન્ડિયાના દુર્ઘટના મુદ્દે શરુઆતી આંકલન રજૂ કરવામાં આવશે.

એર ઇન્ડિયાના વિમાન, ક્રૂ સભ્યો, અને હવાઈ મથકોની સ્થિતિ અને હવામાન અંગે માહિતી રજૂ થઈ શકે છે. આ રિપોર્ટમાં વિમાનને થયેલા નુકસાન અને તેના સંભવિત કારણોની રૂપરેખા રજૂ થઈ શકે છે. આ રિપોર્ટમાં દુર્ઘટનાની તપાસ કરી રહેલા ઇન્વેસ્ટિગેટર ઇન્ચાર્જનું નામ પણ જાણવા મળી શકે છે. ચાર્ટ પ્રોગ્રેસ ઉપરાંત તપાસમાં કેવા પગલાં લેવામાં આવશે તેની રૂપરેખા પણ જાણી શકાશે. વધુમાં વિસ્તૃત તપાસની જરૂર છે કે કેમ તે મુદ્દે પણ સ્પષ્ટતા થશે.

ઉલ્લેખનીય છે, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ અનુસાર, વિમાન દુર્ઘટનાના 30 દિવસની અંદર પ્રારંભિક રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. 

અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જઈ રહેલી એરઇન્ડિયાની બોઇંગ ડ્રીમલાઇનર 787-8 ફ્લાઇટ ટેક ઑફ થયાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થઈ હતી. વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા. આ સિવાય વિમાન બીજે મેડિકલ કૉલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું ત્યાં ઉપસ્થિત 28 જણ મોતને ભેટ્યા હતા. ફ્લાઇટના બ્લેક બોક્સ ડિકૉડ કરવાની કામગીરી થઈ રહી છે.