ઈમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની સજા, ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાની કોર્ટનો ચુકાદો
December 20, 2025
પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના એક કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને મોટો ઝટકો લાગે તેવો ચુકાદો આવ્યો છે. ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ની વિશેષ કોર્ટે તોશાખાના-2 ભ્રષ્ટાચાર કેસમાં બંનેને 17-17 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ઈમરાન ખાન અને બુશરા બીબીને આ મામલે દોષિત ઠેરવતા સજાની જાહેરાત કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે આ મામલો 2021 નો છે જ્યારે સાઉદી અરબના રાજકુમાર ઈમરાન ખાનને એક કિંમતી બુલ્ગારી જ્વલેરી સેટ ભેટમાં આપી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ ઘરેણાની વાસ્તવિક કિંમત 7 કરોડ 15 લાખ પાકિસ્તાની રૂપિયા કરતા વધારે હતી પણ તેને ફક્ત 58 લાખ રૂપિયામાં ખરીદી નિયમોનું ઉલ્લંઘન કરાયું. કોર્ટે તેને સરકારી વિશ્વાસ સાથે દગો અને ભ્રષ્ટાચાર ગણાવ્યો. કોર્ટના ચુકાદા મુજબ ઈમરાન ખાનને ગુનાહિત વિશ્વાસઘાત હેઠળ 10 વર્ષ અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. બુશરા બીબીને સમાન ધારાઓમાં કુલ 17 વર્ષની સજા આપી છે. આ ઉપરાંત બંને પર 1 કરોડ 64 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ચૂકવવાની સ્થિતિમાં વધારાની જેલની સજા પણ ભોગવવી પડશે. અદિયાલા જેલમાં બનાવાયેલી વિશેષ કોર્ટના સ્પેશિયલ જજ શાહરુખ અરજુમંદે આ ચુકાદો સંભળાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2023થી ઈમરાન ખાન જેલમાં કેદ છે. અગાઉ જાન્યુઆરી 2025 માં અલ કાદિર ટ્રસ્ટ મામલે ઈમરાન ખાનને 14 વર્ષ અને બુશરા બીબીને 7 વર્ષની સજા પહેલા પણ સંભળાવાઈ હતી.
Related Articles
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથ...
May 16, 2026
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026