ચીનમાં કંપનીએ છ હાથવાળો અને 360 ડિગ્રી ફરી શકે તેવો રોબોટ બનાવ્યો
December 09, 2025
બૈજિંગ : ચીનમાં એસી સહિત હોમ એપ્લાયન્સીસ બનાવતી જાણીતી કંપની મીડિયાએ વિશ્વનો સૌપ્રથમ એવો રોબોટ રજૂ કર્યો છે જેમાં છ હાથ લાગેલા છે. તેને સિક્સ આર્મ વ્હીલ લેગ ડિઝાઇન કહેવાય છે. કંપનીનું કહેવું છે કે તેણે રોબોટને ફેક્ટરીઓ માટે બનાવ્યો છે. રોબોટ ફેક્ટરીઓના મુશ્કેલ કામોને પૂરા કરશે. આ નેકસ્ટ જનરેશન હ્યુમેનોઇડ રોબોટનું નામ મિરો યુ છે. આ રોબોટ ઉપરની બાજુએ ઊભો થઈ શકે છે. તે ૩૬૦ ડિગ્રી ફરી શકે છે. તેના માણસો જેવા છ હાથ તેની જવાબદારીને ચોકસાીપૂર્વક પૂરી કરી શકે છે. અહેવાલો મુજબ ચીનમાં લોન્ચ કરવામાં આવેલા મિરો યુ અંગે જણાવતા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વેઈ ચાંગે જણાવ્યું હતું કે આ ત્રીજી પેઢીનો હ્યુમેનોઇડ રોબોટ છે. તેમણે જણાવ્યું હતું કે રોબોટના બધા છ હાથ જુદાં-જુદાં કામોને જાતે કરી શકે છે. મીડિયાનો દાવો છે કે તેણે આ ટેકનોલોજી જાતે વિકસાવી છે. આ રોબોટમાં માનવ જેવા હાથ ઉપરાંત પૈડા પણ લાગેલા છે, જેની મદદથી એકથી બીજા સ્થળે જાય છે. આજે આખા વિશ્વના જુદાં-જુદાં ઉદ્યોગોમાં રોબોટ્સનો ઉપયોગ વધી ગયો છે. મીડિયા જે રોબોટ લઈને આવી છે, તેને તે પોતાની ફેક્ટરીમાં પણ ગોઠવશે. વર્ષના અંત સુધીમાં આ રોબોટને ફેક્ટરીઓમાં ગોઠવવા લાગશે તેમ કહેવાય છે. આ રોબોટ મુખ્યત્વે ઉત્પાદનમાં લાગતા સમયમાં ઘટાડો કરશે.આશા છે કે તેના કારણે પ્રોડકશન લાઇનને એડજસ્ટ કરવા જેવા કામ વધુ સારા થઈ જશે.કંપનીઓ રોબોટિક્સ સેક્ટરમાં રોકાણને તેની લાંગાગાળાની વ્યૂહરચનાનો હિસ્સો ગણાવ્યો છે. કંપની મિરો ઉપરાંત મિલા સીરીઝ નામનો પણ રોબોટ બનાવી રહી છે. તેને કોમર્સિયલ યુઝ અને ઘરો માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. પરીક્ષણ પૂરુ થયા પછી આગામી વર્ષે મિલો સીરિઝના રોબોટ સ્ટોરમાં પહોંચી શકે છે. મીડિયા ઉપરાંત વિશ્વની અન્ય કંપનીઓ પણ બજરમાં રોબોટ ઉતારી રહી છે.
Related Articles
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ ઊંડે સંશોધન કરવા ગયા હતા
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ...
May 16, 2026
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથ...
May 16, 2026
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
Trending NEWS
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં...
14 May, 2026
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું...
14 May, 2026