ઇક્વાડોરમાં 5 લોકોના માથા કાપીને લટકાવ્યા, વોર્નિગ બોર્ડ પણ લટકાવ્યું
January 12, 2026
દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. મનાબી પ્રાંતના પ્યુર્ટો લોપેજ વિસ્તારમાં પ્રવાસીઓથી ધમધમતા સમુદ્ર કિનારે પાંચ લોકોના કપાયેલા માથા દોરડાથી લટકાવેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ફાળ પડી ગઈ છે.
સ્થાનિક હોટલ નજીક બનેલી આ ઘટનામાં ગુનેગારોએ માત્ર હત્યા જ નથી કરી, પરંતુ લાશના માથા પાસે સ્પેનિશ ભાષામાં એક મોટું વૉર્નિંગ બોર્ડ પણ મૂક્યું હતું. જેના પર લખ્યું હતું: “આ અમારું ગામ છે. માછીમારોને લૂંટવાનું બંધ કરો. અમે તમને ઓળખી લીધા છે.” આ મેસેજ પરથી સ્પષ્ટ થાય છે કે આ કૃત્ય લૂંટ અને જબરદસ્તી વસૂલાત કરનારા તત્વોને ધમકાવવા માટે કરવામાં આવ્યું છે.
પોલીસ અને તપાસ એજન્સીઓના મતે, આ હિંસા પાછળ ડ્રગ કાર્ટેલ અને ગુનાહિત ગેંગો વચ્ચેનો વર્ચસ્વનો જંગ જવાબદાર છે. ડ્રગ તસ્કરો કોલંબિયા અને પેરૂની સરહદેથી નશીલા પદાર્થો લાવવા માટે માછીમારો અને તેમની નૌકાઓનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે. આ વિસ્તારમાં ડ્રગ તસ્કરીના માર્ગો પર કબજો મેળવવા માટે ગેંગો વચ્ચે અવારનવાર આવા નરસંહાર થતા રહે છે.
Related Articles
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026