ફરીદાબાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયો બ્લાસ્ટ, 8-10 વાહનો બળીને થયા ખાખ
February 17, 2026
હરિયાણાના ફરીદાબાદના સેક્ટર 24 સ્થિત એક ફેક્ટરીમાં સોમવારે ભીષણ આગ લાગતાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં લગભગ 35થી વધારે લોકો દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં 3 પોલીસકર્મી અને 2 ફાયર વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જે રાહત અને બચાવ કામગીરી દરમિયાન આગની ઝપેટમાં આવ્યા હતા.
દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. સૂચના મળતા જ ફાયર વિભાગની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. ઘાયલ થયેલા લોકોમાંથી ઘણા લોકોને સિવિલ હોસ્પિટલમાં અને ઘણા લોકોને ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તમામ લોકો ડોક્ટરની દેખરેખ હેઠળ છે.
બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે ફેક્ટરીની બહાર ઉભા રહેલા 8-10 વાહન પણ બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસે કેસ દાખલ કરીને આગ લાગવાનું અને બ્લાસ્ટ થવાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. જે કંપનીમાં આગ લાગી છે તેનું નામ કાલકા જી લુબ્રિકેન્ટ કંપની છે. આગ ઝડપથી ફેલાઈ ગઈ અને તેના કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026