અમરેલીના સાવરકુંડલા સહિત અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદે તારાજી સર્જી, ખેડૂતોને નુકસાન
May 21, 2025
સાવરકુંડલા : હવામાન ખાતાની આગાહીને પગલે સાવરકુંડલા પંથકમાં સતત બીજે દિવસે પણ અનુરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય એવા દ્વશ્યો જોવા મળ્યા હતા. સાવરકુંડલાના સીમરન અને ગાધકડા ગામની શેરીઓના રસ્તાઓ પર નદીઓ વહેતી હતી. સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદના લીધે ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ભાગમાં વીજળી ગૂલ થઈ ગઇ હતી. ગાધકડા, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, ખાંભાના નેસડી, તાતણીયા દાઢીયાળી,નાનુડી,ઉમરીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબકતાં તલ, બાજરી, ડુંગળી, સહીતના પાકને પારાવાર નુકસાન થયું હતું. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અનરાધાર વરસાદના પગલે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
વામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદમાં માત્ર બે કલાકમાં જ ખાબક્યો છે. જોકે, જૂનાગઢ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય મંગળવારે સાંજે અમરેલીના વડિયા સહિત સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. વડીયાના ઠુંઢિયા પીપળીયા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, બુધવારે (21 મે) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Related Articles
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026