H-1B વિઝાની પરીક્ષા આકરી બનાવવાની તૈયારીમાં
July 27, 2025
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોના સપના ચકનાચૂર કરવા બેઠા હોય તેમ H-1B વિઝા વધુ કડક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના નિદેશક જોસેફ એડલોએ કહ્યું હતું કે, ‘H-1B વિઝા હેઠળની વર્તમાન પરીક્ષા વધુ સરળ છે અને તેને માત્ર યાદ કરવાથી પાસ કરી શકાય છે.’ ત્યારે હવે ટ્રમ્પે આ પરીક્ષા વધુ આકરી બનાવવાની યોજના બનાવી દીધી છે.
અમેરિકન નાગરિકતા પરીક્ષા એ યુનાઇટેડ સ્ટેટ્સની નાગરિકતા મેળવવા માંગતા કાયમી નિવાસીઓ (ગ્રીન કાર્ડ ધારકો) માટે USCIS દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે. આ પરીક્ષાના મુખ્ય બે ભાગ અંગ્રેજી પરીક્ષા અને નાગરિકશાસ્ત્ર પરીક્ષામાં લેવામાં આવે છે. USCIS અધિકારી ઇન્ટરવ્યુ દરમિયાન અરજદાર સાથે વાતચીત કરીને તેની અંગ્રેજી બોલવાની અને સમજવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. આમાં અરજદારના N-400 ફોર્મ (નેચરલાઈઝેશન માટેની અરજી) પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબોનો સમાવેશ થાય છે. અરજદારને ત્રણ અંગ્રેજી વાક્યોમાંથી ઓછામાં ઓછું એક વાક્ય યોગ્ય રીતે મોટેથી વાંચવાનું હોય છે. આ વાક્યો સામાન્ય રીતે યુએસ ઇતિહાસ અને સરકાર વિશેના હોય છે. USCIS અધિકારી ત્રણ અંગ્રેજી વાક્યોમાંથી ઓછામાં ઓછું એક વાક્ય બોલે છે અને અરજદારે તેને યોગ્ય રીતે લખવાનું હોય છે. જોડણી, વ્યાકરણ, વિરામચિહ્નો અને કેપિટલાઇઝેશનમાં નાની ભૂલોને માફ કરી શકાય છે, પરંતુ વાક્યનો અર્થ બદલાવો ન જોઈએ.
આ ભાગમાં અરજદારના યુએસ ઇતિહાસ અને સરકાર (નાગરિકશાસ્ત્ર)ના જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હાલમાં કુલ 100 પ્રશ્નોની એક સૂચિ હોય છે જેમાંથી USCIS અધિકારી અરજદારને 10 પ્રશ્નો પૂછે છે. આ 10 પ્રશ્નોમાંથી ઓછામાં ઓછા 6 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે. પ્રશ્નો યુએસ સરકારના સિદ્ધાંતો, અમેરિકન ઇતિહાસ, ભૂગોળ, પ્રતીકો અને રજાઓ જેવા વિષયોને આવરી લે છે.
Related Articles
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026