Breaking News :
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત

સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળેટૂંપો દઈ હત્યા કરનારો આરોપી 20 વર્ષે ઝડપાયો

July 11, 2025

ગુજરાતમાં મારામારી, હત્યા સહિતના બનાવની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતમાં ગાંજાના પૈસાના હિસાબ બાબતે પ્રેમિકાને ગળેટૂંપો દઈને હત્યા કરનારો આરોપી 20 વર્ષે ઝડપાયો છે. પોલીસે આરોપીને તેલંગાણાના વારંગલ જિલ્લાના નિઝામપલ્લી ગામેથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2004-05માં  આરોપી વેંગલ રાજપ્પા ઉર્ફે વી.રાજન ઉર્ફે ગટુમુલ્લુ ભૂમૈયા તેની પ્રેમિકા સાથે ગાંજો લઈને સુરત રેલવે સ્ટેશન આવ્યો હતો. એ સમયે બંને ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, ત્યારે ગાંજાના પૈસાના હિસાબ બાબતે પ્રેમિકા સાથે ઝઘડો થથાં પ્લાસ્ટિકની દોરી વડે પ્રેમિકાને ગળેટુંપો આપીને હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટના મામલે મહિધપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. 

હત્યાના બનાવને લઈને પોલીસ છેલ્લા 20 વર્ષથી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી હતી, ત્યારે આરોપી વેંગલને નિઝામપલ્લી ગામેથી પકડી પાડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આરોપી વિરુદ્ધમાં વર્ષ 2019માં એનડીપીએસ એક્ટ મુજબ રેગોન્ડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.