Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

સુરતના પુણામાં રૂપિયાની લેતીદેતીમાં યુવકને ટાઇલ્સના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો

November 18, 2025

રાજ્યમાં જાણે ગુનાખોરી બેલગામ બની હોય તેમ ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે. તેમાં પણ 'ડાયમંડ સિટી' સુરત જાણે 'ક્રાઇમ કેપિટલ' બની રહ્યું હોય તેમ હત્યાના બનાવો સામાન્ય બની ગયા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ ત્રણ-ત્રણ હત્યાના બનાવો સામે આવતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં રૂપિયાની સામાન્ય લેતીદેતી જેવી બાબતે એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પુણા વિસ્તારમાં વિકી નામના શખ્સે લાલુ યાદવ (મૂળ બિહાર) નામના યુવક સાથે રૂપિયાની લેતીદેતી બાબતે બોલાચાલી કરી હતી. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિકીએ આવેશમાં આવી જઈ લાલુ યાદવ પર હુમલો કર્યો હતો. વિકીએ નજીકમાં પડેલી ટાઇલ્સ ઉઠાવી તેના ઉપરાછાપરી ઘા લાલુ યાદવને માથાના ભાગે મારી દેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.