IND vs ENG: જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતે પણ ફટકારી શાનદાર સદી, શુભમન આઉટ
June 21, 2025
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો 20 જૂન (શુક્રવાર)થી લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે (21 જૂન) આ મુકાબલાનો બીજો દિવસ છે. ઋષભ પંત સદી ફટકારી છે. પંતની ટેસ્ટ કરિયરની સાતમી સદી છે. જ્યારે શુભમન ગિલ 227 બોલમાં 147 રન બનાવીને આઉટ થયો છે. ગિલ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટ પર 430 રન છે.
ઋષભ પંતની રેકોર્ડતોડ સદી
ઋષભ પંતે સિક્સર સાથે ધમાકેદાર સદી ફટકારી છે. પંતે 146 બોલમાં 100 રન બનાવ્યા છે. તેમણે સદી સુધી પહોંચવા માટે 146 બોલ રમી, જેમાં 10 ફોર અને 4 સિક્સર સામેલ છે. આ સાથે પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ તેમની ચોથી ટેસ્ટ સદી છે.
પંતની આ સદી તેમને વિદેશની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી લગાવનારા વિકેટકીપર બેટરની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે લાવી છે. તેમની આ ઇનિંગ ન માત્ર ભારતીય ફેન્સ માટે ગૌરવની ક્ષણ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેમના આત્મવિશ્વાસનું પણ પ્રમાણ છે. લીડ્સની પિચ પર ઇંગ્લેન્ડના બોલરોની સામે પંતે પોતાના આક્રામક શૈલીને યથાવત્ રાખી. તેમની ઈનિંગમાં તેજ તર્રાર શોટ્સ અને સમજદારીથી રમત રમવાનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું.
વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓનું લિસ્ટ:
- રિષભ પંત- 7
- મહેન્દ્ર સિંહ ધોની- 6
- રિદ્ધિમાન સાહા- 3
Related Articles
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026