ભારત અને રશિયા એકબીજાના સૈન્ય ઠેકાણાનો ઉપયોગ કરી શકશે, પુતિને મંજૂરી આપી
December 16, 2025
રશિયા અને ભારત વચ્ચે એક ખાસ અને મોટી ડિફેન્સ ડીલ થવા જઈ રહી છે. રશિયાની સંસદના બંને ગૃહ સ્ટેટ ડ્યૂમા (નીચલા ગૃહ) અને ફેડરેશન કાઉન્સિલ(ઉપલા ગૃહ) માં આ ડીલ સંબંધિત બિલ પસાર થઇ ગયું છે અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ આ બિલ પર હસ્તાક્ષર કરીને કાયદા તરીકે મંજૂરી આપી દીધી છે. આ ડીલ હેઠળ ભારત અને રશિયા વચ્ચે સૈન્ય દળ, યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ્સની એકબીજાના સૈન્ય અડ્ડાઓ પર તહેનાતી અને તેમને લોજિસ્ટિક (જરૂરિયાતનો માલસામાન) પહોંચાડવામાં આવશે. રશિયન કેબિનેટના જણાવ્યા મુજબ, આ કરારથી બંને દેશના યુદ્ધ જહાજોને એકબીજાના પોર્ટ પર રોકાવાની અને હવાઇ ક્ષેત્રના ઉપયોગ કરવાની સુવિધા મળશે. જેનાથી બંને દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ, સૈન્ય તાલીમ કાર્યક્રમ, કુદરતી આપત્તિના સમયે માનવતાવાદી સહાય અને પરસ્પર સહમતિથી યુદ્ધ તેમજ અન્ય પરિસ્થિતિઓમાં પણ ઉપયોગ કરી શકાશે.
Related Articles
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથ...
May 16, 2026
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
Trending NEWS
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું...
14 May, 2026