ભારત જ સાચો મિત્ર, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ 'ગેરંટી'
October 10, 2025
કોઈપણ શક્તિને અફઘાન ભૂમિનો ઉપયોગ કરવા નહીં દઈએ'
દિલ્હી- અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થયા પછી પહેલીવાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે આવ્યા છે. શુક્રવારે (10મી ઑક્ટોબરે) તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રતા હંમેશા રહેશે.'
દિલ્હીમાં ગૃહમંત્રી એસ. જયશંકર સાથેની વાતચીત દરમિયાન, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ સુરક્ષા સંબંધિત એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'ઈસ્લામિક અમીરાત કોઈપણ શક્તિને અન્ય દેશો સામે અફઘાન ભૂમિનો ઉપયોગ કરવાની કે ધમકી આપવાની મંજૂરી આપશે નહીં.' ભારતની પ્રશંસા કરતા અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, 'અફઘાનિસ્તાન પરસ્પર આદર, વેપાર અને લોકો વચ્ચેના સંબંધો પર આધારિત સંબંધ ઇચ્છે છે. અમે ક્યારેય ભારત સામે નિવેદન આપ્યું નથી'
હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મુત્તાકીએ સંબંધોના ઇતિહાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, 'અફઘાનિસ્તાન ક્યારેય કોઈને પણ પોતાના પ્રદેશનો ઉપયોગ બીજાઓ સામે કરવા દેશે નહીં. અફઘાનિસ્તાનમાં અમેરિકાના કબજા દરમિયાન ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા. ત્યારે પણ અમે ક્યારેય ભારત સામે કોઈ નિવેદન આપ્યું નહીં. તેના બદલે અમે હંમેશા ભારત સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો છે.' વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારતને એક સાચા મિત્ર તરીકે ઓળખાવતાં કહ્યું કે, 'ભારત દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનની પડખે ઊભું રહ્યું છે.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026