ઈન્ડિયા વિ. ન્યૂઝીલેન્ડ મેચમાં 20 ઓવરની રમતને 15 ઓવરમાં સમેટી લીધી, ભારતીય ટીમે મેળવી જીત
January 24, 2026
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટોસ બાદ ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને ટિમ સીફર્ટે પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી હતી. ત્યારબાદ રચિન રવિન્દ્રએ 26 બોલમાં 44 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન મિશેલ સેન્ટનરે 27 બોલમાં અણનમ 47 રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સે 19 અને ડેરિલ મિશેલે 18 રનનું યોગદાન આપ્યું.
ભારતીય બોલિંગમાં કુલદીપ યાદવ સૌથી સફળ રહ્યો અને તેણે 2 વિકેટ ઝડપી. હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી. જોકે, અર્શદીપ સિંહ માટે આ મેચ મુશ્કેલ રહી; તેણે 4 ઓવરમાં 53 રન આપ્યા અને કોઈ વિકેટ મેળવી શક્યો નહીં. 209 રનના પડકારજનક લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆતમાં કેટલીક વિકેટ પડી હતી, પરંતુ ઇશાન કિશનની વિસ્ફોટક બેટિંગે મેચનો રુખ્યાનો જ બદલી નાખ્યો. ઇશાન કિશને 32 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ 237.50 રહ્યો. ઇશાને માત્ર 21 બોલમાં અડધી સદી પૂરી કરી, જે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય બેટ્સમેનની T20માં સૌથી ઝડપી અડધી સદી બની.
ઇશાન બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ધમાકેદાર ઇનિંગ રમી. તેણે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 37 બોલમાં 82 રન બનાવી અંત સુધી અણનમ રહ્યો. સૂર્યાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ હતો. તેના આક્રમક અંદાજના કારણે ભારતે માત્ર 15.2 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે, કારણ કે ભારત 16 ઓવરથી ઓછા સમયમાં 200થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર પ્રથમ ટીમ બની છે. અંતમાં શિવમ દુબેએ 18 બોલમાં અણનમ 36 રન બનાવી ટીમને સરળ વિજય અપાવ્યો. કુલ મળીને, ભારતનું આ પ્રદર્શન શ્રેણી માટે અને T20 વર્લ્ડ કપની તૈયારી માટે અત્યંત સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026