ભારતીય કંપનીઓએ મોટી રાહત, જેનેરિક દવાઓ પર ટેરિફ નહીં લગાવે ટ્રમ્પ,

October 09, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે જેનેરિક દવાઓ પર ટેરિફ લગાવવાની યોજના હાલ પૂરતી સ્થગિત કરી છે. આ નિર્ણય ભારતીય ફાર્મા કંપનીઓ માટે મોટી રાહતરૂપ છે, કારણ કે અમેરિકાની લગભગ 50% જેનેરિક દવાઓ ભારતમાંથી આયાત થાય છે. વળી, આનાથી લાખો અમેરિકન નાગરિકોને પણ ફાયદો થયો છે, જેઓ સસ્તી ભારતીય જેનેરિક દવાઓ પર હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, અલ્સર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓની સારવાર માટે આધાર રાખે છે.

IQVIA નામના વૈશ્વિક મેડિકલ ડેટા એનાલિટિક્સના અહેવાલ મુજબ, અમેરિકામાં ફાર્મસીઓમાં વેચાતી કુલ જેનેરિક દવાઓમાંથી 47% દવાઓ ભારતમાંથી આવે છે. આની સરખામણીમાં, અમેરિકાના સ્થાનિક ઉત્પાદકોનો હિસ્સો માત્ર 30% છે અને બાકીના પુરવઠામાં ભારતનો સૌથી મોટો ફાળો રહે છે. આ કારણોસર જ ભારતને 'દુનિયાની ફાર્મસી' તરીકે ઓળખવામાં આવે છે.