સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
October 13, 2026
સાઉદી અરેબિયામાં બદલાતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને IndiGo એરલાઇન્સે 17 ઓક્ટોબર સુધી ચાર શહેરો માટેની તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. કંપનીની મંગળવારે જાહેર કરાયેલી સૂચના અનુસાર, રિયાધ, જેદ્દાહ, દમ્મામ અને મદીનાથી આવતી-જતી ફ્લાઇટ્સની સેવા આ સમયગાળા દરમિયાન બંધ રહેશે. સાઉદી અરેબિયામાં યમનના ઈરાન સમર્થિત હુથી જૂથના સતત હુમલાઓ વચ્ચે હવાઈ મુસાફરી પર પણ અસર જોવા મળી રહી છે.
IndiGoએ મુસાફરોને એરપોર્ટ જવા માટે નીકળતાં પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ સત્તાવાર વેબસાઇટ પર તપાસવાની સલાહ આપી છે.
એરલાઇન્સે જણાવ્યું છે કે બુકિંગ વખતે આપવામાં આવેલી સંપર્ક વિગતો પર મુસાફરોને સમયસર અપડેટ મોકલવામાં આવી રહ્યાં છે. કોઈ પ્રશ્ન કે મુશ્કેલી હોય તો સહાય માટે તેની સપોર્ટ ટીમ ઉપલબ્ધ છે. કંપનીએ પોતાની સૂચનામાં જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા તેની પ્રાથમિકતા છે અને સલામત કામગીરી સુનિશ્ચિત કરવા સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી પણ સુરક્ષાના કારણોસર સ્થગિત કરવામાં આવી છે. સત્તાવાળાઓએ એરપોર્ટ બંધ રાખવાનો સમયગાળો શનિવાર સુધી લંબાવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સાઉદીની નાગરિક ઉડ્ડયન સત્તાએ જણાવ્યું હતું કે એરપોર્ટની સુવિધાઓની સુરક્ષા અને કામગીરી ફરી શરૂ કરવા માટેની તૈયારી સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવા કામગીરી સ્થગિત કરવામાં આવી છે. કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાઉદી અરેબિયાનું જેદ્દાહ પછીનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.
સોમવારે મોડી રાત્રે હુથી જૂથે રિયાધના એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યાનો દાવો કર્યો હતો. આ પહેલાં સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું કે તેણે રિયાધ તરફ છોડવામાં આવેલી હુથીઓની બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ અટકાવીને નષ્ટ કરી દીધી હતી. હુમલાઓને પગલે રાજધાનીના આકાશમાં હવાઈ અવરજવર ખોરવાઈ છે અને વિવિધ એરલાઇન્સે પોતાની સેવાઓ રદ કરી છે. આ પરિસ્થિતિમાં સાઉદી અરેબિયા જવા અથવા ત્યાંથી ભારત પરત ફરવાનું આયોજન કરતા મુસાફરોએ પ્રવાસ પહેલાં એરલાઇન્સની સત્તાવાર સૂચનાઓ તપાસવી જરૂરી છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026