‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
October 12, 2026
ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં I.N.D.I.A. ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ તરફ 'માર્ચ ફોર ડેમોક્રેસી'નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ વિરોધ પ્રદર્શન અને મેમોરેન્ડમ સુપરત કરવાના કાર્યક્રમ પહેલાં જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતે વિપક્ષી નેતાઓની મુલાકાતની વિનંતી નકારી કાઢી છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવાર, 12 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 4થી 5 વાગ્યા વચ્ચે CJIને મળીને સમગ્ર દેશ વતી એક મેમોરેન્ડમ સોંપવા માટે સમય માંગ્યો હતો. CJI સૂર્ય કાંતે રવિવારે રાત્રે જ બંને નેતાઓને ઈમેલ દ્વારા પ્રત્યુત્તર પાઠવીને મુલાકાત લેવામાં અસમર્થતા દર્શાવી હતી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતે સોમવારે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સ્પષ્ટતા કરી કે, મને ગઈકાલે એક બેઠકની વિનંતી અંગે પત્ર મળ્યો હતો, અને મેં ગઈકાલે રાત્રે જ તેનો જવાબ મોકલી આપ્યો હતો, જેમાં હું શા માટે મળી શકીશ નહીં તેના કારણોની વિગતવાર રૂપરેખા આપી છે.
CJIએ સ્પષ્ટ જણાવ્યું કે અદાલતના દરવાજા સામાન્ય નાગરિકો માટે હંમેશા ખુલ્લા છે, પરંતુ આવી બાબતોનો નિકાલ વહીવટી રીતે નહીં પણ ન્યાયિક પ્રક્રિયા દ્વારા જ થઈ શકે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026