જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ

October 12, 2026

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ફરી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. 'I.N.D.I.A ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે, જોકે મુખ્ય ન્યાયાધીશ (CJI) એ વિપક્ષી સાંસદોની અરજી ફગાવી દીધી છે. આ દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય દિગ્ગજ નેતાઓએ સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. બારાખંડા રોડથી આ કૂચની શરૂઆત થઇ ચૂકી છે. રાહુલ ગાંધી સહિતના ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ બસમાં સવાર થઈ ચૂક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચશે અને રિટ પિટિશન ફાઈલ કરશે. 

દિલ્હીના હૃદયસમા બારાખંભા રોડ પર દેશભરમાંથી પહોંચેલા કાર્યકરોનો વિશાળ જમાવડો જોવા મળી રહ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે સંખ્યામાં સુરક્ષા દળો ખડકી દીધા છે.

CJI સૂર્યકાંતે અરજી નકારી, છતાં વિપક્ષ અડગ

આ વિરોધ કૂચ પહેલાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે I.N.D.I.A. બ્લોકના સાંસદોની અરજી/વિનંતીને અસ્વીકાર કરી દીધી હતી. જોકે, આ નકાર છતાં કોંગ્રેસે પીછેહઠ કરવાને બદલે સામાન્ય જનતા અને કાર્યકરોને માર્ચમાં જોડાવા ખુલ્લી અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અને વિપક્ષના તમામ સાંસદો સુપ્રીમ કોર્ટ જશે અને ચૂંટણી પ્રક્રિયા સામે વિધિવત અરજી દાખલ કરશે.

આ વિરોધ પ્રદર્શનમાં વિપક્ષના દિગ્ગજ નેતાઓ સામેલ થયા:
રાહુલ ગાંધી
ધર્મેન્દ્ર યાદવ
સંજય રાઉત
અરવિંદ સાવંત
મહુઆ માજી
મહુઆ મોઇત્રા
દિલ્હીના 6 મુખ્ય મેટ્રો સ્ટેશનો બંધ

સોમવારે સવારે 6:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી નીચેના મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે

પટેલ ચોક
જનપથ
રાજીવ ચોક
મંડી હાઉસ
સેન્ટ્રલ સેક્રેટરિએટ
બારાખંભા રોડ
કોકરોચ જનતા પાર્ટીનું પોલીસને અલ્ટીમેટમ

બીજી તરફ, આ રાજકીય ઘમસાણ વચ્ચે કોકરોચ જનતા પાર્ટીના આગેવાનો આશુતોષ રાંકા અને સૌરવ દાસ સોમવારે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે ચોક્કસ તારીખ ફાળવવાની પોલીસ સમક્ષ માગણી કરી છે. સીજેપીએ દિલ્હી પોલીસને અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેમને નિર્ધારિત તારીખ નહીં આપવામાં આવે, તો પક્ષ ફરી એકવાર મોટા પાયે પ્રદર્શનનું એલાન કરશે.