IPL 2024 : ગત સિઝનની ફાઇનલિસ્ટ વચ્ચે આજે થશે જંગ
March 26, 2024
IPL 2024ની સાતમી મેચમાં આજે ગત વર્ષની બે ફાઈનલિસ્ટ ટીમો વચ્ચે ટક્કર થવાની છે. આજે એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાનાર છે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરુ થવાની છે. CSK અને GT બંને પોતાની પ્રથમ મેચ જીતી ચૂક્યા છે. જેથી આજે બંને ટીમોની નજર સિઝનની બીજી જીત પર રહેશે. CSKએ પ્રથમ મેચમાં RCBને 6 વિકેટે હરાવ્યું હતું, જયારે ગુજરાત ટાઈટન્સે તેની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. પ્લેઇંગ-11ની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ તેની છેલ્લી મેચ જીતી છે, તેથી તે પ્લેઇંગ-11 સાથે છેડછાડથી બચશે. ટોસને કારણે માત્ર ઈમ્પેક્ટ પ્લેયરને બદલવામાં આવશે. જો ગુજરાતે પ્રથમ બોલિંગ કરવી પડશે તો મોહિત શર્મા ટીમમાં હશે અને સાઈ સુદર્શનને બહાર બેસવું પડશે. જો ટીમ પ્રથમ બેટિંગ કરશે તો મોહિત શર્મા પ્લેઈંગ-11માંથી બહાર થઈ જશે. મેથ્યુ વેડ હજુ પણ ઉપલબ્ધ નથી. કેન વિલિયમસનને પણ અહીં તક મળવાની નથી. ચેન્નઈ સુપર કિંગ્સના પ્લેઇંગ-11ની વાત કરીએ તો ચેન્નઈની ટીમમાં ભાગ્યે જ કોઈ ફેરફાર થશે. મથિશા પથિરાના ભલે ફિટ થઈ ગયો હોય, પરંતુ મુસ્તફિઝુર રહેમાને છેલ્લી મેચમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું હતું, તે જોઈને લાગતું નથી કે ટીમમાં કોઈ ફેરફાર થશે. આ વખતે પણ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે શિવમ દુબેને તક આપવામાં આવશે. જો પ્રથમ બેટિંગ આવશે તો શિવમ દુબે પ્લેઈંગ-11માં હશે. જો પછીથી બેટિંગ કરવી પડશે તો મુસ્તફિઝુર રહેમાન પ્લેઈંગ-11નો ભાગ હશે.
ચેપોક સ્ટેડિયમની પિચની વાત કરીએ તો આ પિચ સ્લો છે. અહીં બોલ બેટ પર સરળતાથી નથી આવતો. ખાસ કરીને સ્પિન બોલરો વિપક્ષી બેટરો માટે મોટો પડકાર સાબિત થાય છે. આ સિવાય ફાસ્ટ બોલરોને પણ અહીં મદદ મળે છે. પરંતુ એકવાર બેટર પિચને સમજી જાય છે, પછી બેટિંગ સરળ બની જાય છે. આ રીતે બોલરો સિવાય બેટરો માટે પણ અહીં સારી તક છે. આ ઉપરાંત આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમે 46 મેચ જીતી છે, જ્યારે રન ચેઝ કરનાર ટીમે 31 મેચ જીતી છે. ચેપોકના મેદાન પર પ્રથમ ઇનિંગનો એવરેજ સ્કોર 163 રન છે.
ચેપોક સ્ટેડિયમની પિચની વાત કરીએ તો આ પિચ સ્લો છે. અહીં બોલ બેટ પર સરળતાથી નથી આવતો. ખાસ કરીને સ્પિન બોલરો વિપક્ષી બેટરો માટે મોટો પડકાર સાબિત થાય છે. આ સિવાય ફાસ્ટ બોલરોને પણ અહીં મદદ મળે છે. પરંતુ એકવાર બેટર પિચને સમજી જાય છે, પછી બેટિંગ સરળ બની જાય છે. આ રીતે બોલરો સિવાય બેટરો માટે પણ અહીં સારી તક છે. આ ઉપરાંત આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમે 46 મેચ જીતી છે, જ્યારે રન ચેઝ કરનાર ટીમે 31 મેચ જીતી છે. ચેપોકના મેદાન પર પ્રથમ ઇનિંગનો એવરેજ સ્કોર 163 રન છે.
Related Articles
42 છગ્ગા, 523 રન અને સર્વોચ્ચ રન ચેઝ..., પંજાબ-કોલકતાની મેચમાં અનેક રેકોર્ડની વણઝાર
42 છગ્ગા, 523 રન અને સર્વોચ્ચ રન ચેઝ...,...
ચેન્નઈના બોલરોની ધોલાઈ કરતાં સ્ટોઇનિશની તોફાની બેટિંગ વચ્ચે લખનઉનો આ ફેન વાયરલ
ચેન્નઈના બોલરોની ધોલાઈ કરતાં સ્ટોઇનિશની...
Apr 24, 2024
IPLમાં પ્રતિ મેચમાં સરેરાશ 17 છગ્ગા, સૌથી વધુ આ ટીમે ફટકાર્યા
IPLમાં પ્રતિ મેચમાં સરેરાશ 17 છગ્ગા, સૌથ...
Apr 24, 2024
મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને મળી મોટી સફળતા, પેરિસ ઓલિમ્પિક માટે 50 કિલો કેટેગરીમાં મેળવ્યું સ્થાન
મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને મળી મોટી સ...
Apr 22, 2024
મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ચારમાંથી ત્રણ મેચ જીતી ફોર્મમાં, આજે પોઈન્ટ ટેબલમાં નંબર વન રાજસ્થાન સામે ટકરાશે
મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ચારમાંથી ત્રણ મેચ...
Apr 22, 2024
રૂ.24 કરોડના બોલરે કોલકાતાની નાવ લગભગ ડૂબાડી જ દીધી હતી! કેપ્ટન અય્યરે નામ લીધા વિના સાધ્યું નિશાન
રૂ.24 કરોડના બોલરે કોલકાતાની નાવ લગભગ ડૂ...
Apr 22, 2024
Trending NEWS
CM મમતા બેનરજી થયા ઈજાગ્રસ્ત: હેલિકોપ્ટર પર ચઢતા સ...
27 April, 2024
ભારતે બ્રહ્મોસ મિસાઈલોની પ્રથમ બેચ ફિલિપાઈન્સને મો...
27 April, 2024
એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X નું સર્વર ડ...
27 April, 2024
યૂએઈના સ્માર્ટ સીટી દુબઈને ધમધમતું કરવાના પ્રયાસ શ...
27 April, 2024
સ્કીન કેન્સર થશે ખતમ! દુનિયાની પહેલી વેક્સીનનું શર...
27 April, 2024
કર્ણાટકના ચિક્કબલ્લાપુરામાં 4.8 કરોડ રોકડા જપ્ત :...
27 April, 2024
Mumbaiના MNCનાં રિટાયર્ડ ડાયરેક્ટરે સાઇબર ફ્રોડમાં...
27 April, 2024
જમ્મુ - કાશ્મીરના રામબનમાં જમીન ધસી જવાથી 50થી વધ...
27 April, 2024
અયોધ્યામાં બસમાં પશુઓની જેમ ભરેલા 93 બાળકોનું CWCએ...
27 April, 2024
અમેરિકા : રોડ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત
27 April, 2024
Apr 27, 2024