IPLમાં પ્રતિ મેચમાં સરેરાશ 17 છગ્ગા, સૌથી વધુ આ ટીમે ફટકાર્યા
April 24, 2024
ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં છગ્ગાનો વરસાદ જોવા મળી રહ્યો છે. મંગળવારે ચેન્નઈ-લખનઉ વચ્ચે રમાયેલી મેચ બાદ કુલ 39 મુકાબલામાં 686 છગ્ગા જોવા મળ્યા છે. આમ, પ્રત્યેક મેચમાં સરેરાશ 17.58 છગ્ગા નોંધાયા છે. આ સરેરાશ બરકરાર રહી તો સિઝનના અંત સુધીમાં 1250થી વધુ સિક્સ જોવા મળે તેવી પૂરી સંભાવના છે. જો તેમ થશે તો તે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ સિક્સનો નવો રેકોર્ડ હશે. આ અગાઉ 2023ની સિઝનમાં 1124 સિક્સ જોવા મળી હતી. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં ક્રિસ ગેઇલ મોખરે છે. તેણે 141 ઇનિંગ્સમાં 357 સિક્સ ફટકારી છે. સૌથી વધુ સિક્સમાં રોહિત શર્મા 275 સાથે બીજા, એબી ડી વિલિયર્સ 251 સાથે ત્રીજા, વિરાટ કોહલી 250 સાથે ચોથા અને મહેન્દ્રસિંહ ધોની 247 સાથે પાંચમાં સ્થાને છે. હવે વર્તમાન સિઝન પર નજર કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદે 7 મેચમાં સૌથી વધુ 99 સિક્સ ફટકારેલી છે. આમ, પ્રત્યેક ઈનિંગ્સમાં તેમની સરેરાશ 13 સિક્સ હોય છે. હૈદરાબાદ માટે સૌથી વધુ સિક્સમાં ક્લાસેન 26 સાથે મોખરે, અભિષેક શર્મા 24 સાથે બીજા અને ટ્રેવિસ હેડ 18 સાથે ત્રીજા સ્થાને છે. બે વખતની ફાઈનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ ટીમ આ વખતે માત્ર 29 સિક્સ ફટકારી શકી છે. બેટસમેનમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં ક્લાસેન મોખરે, અભિષેક શર્મા બીજા, નિકોલસ પૂરણ 22 ત્રીજા, સુનીલ નારાયણ- 20 સિક્સ સાથે ચોથા સ્થાને છે.
Related Articles
IPLમાં 6 ટીમોનું ભાગ્ય આજે થશે નક્કી, 4 ટીમનું પ્લેઓફનું સપનું તૂટી શકે, 2 ટોપ-4થી બહાર ફેંકાઈ શકે
IPLમાં 6 ટીમોનું ભાગ્ય આજે થશે નક્કી, 4...
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઈન્ડિયાની નવી T20 વર્લ્ડ કપ 2024ની જર્સી,
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પહેરી ટીમ ઈ...
May 08, 2024
ટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS ખોરાસાને વેસ્ટઈન્ડિઝને મોકલ્યો વીડિયો, એજન્સીઓ એલર્ટ
ટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS...
May 07, 2024
રેસલર બજરંગ પૂનિયા સસ્પેન્ડ: આ એક ભૂલ પડી ભારે, NADAએ કાર્યવાહી કરતા આપ્યો જવાબ
રેસલર બજરંગ પૂનિયા સસ્પેન્ડ: આ એક ભૂલ પડ...
May 06, 2024
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબને 28 રનથી હરાવ્યું, રવિન્દ્ર જાડેજા બન્યો જીતનો હીરો
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબને 28 રનથી હરા...
May 06, 2024
ટી 20 વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ થઈ જાહેર, આંદ્રે રસલ સહિત આ ખેલાડીઓને મળ્યો મોકો
ટી 20 વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ થ...
May 04, 2024
Trending NEWS
જોલી એલએલબી થ્રીમાં હુમા કુરેશીનું પુનરાગમન
08 May, 2024
આલિયા બીજી વાર ડીપ ફેકનો ભોગ બની, ચાહકોએ પણ તરત જ...
08 May, 2024
May 08, 2024