Breaking News :
ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા

IPL 2026: 47 બોલમાં 10 છગ્ગા સાથે 100 રન... ફિન એલેનની સદીએ દિલ્હી KKRને અપાવી જીત

May 09, 2026

IPL 2026ની 51મી મેચમાં શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ દિલ્હી કેપિટલ્સને તેના જ ઘર આંગણે 8 વિકેટે કારમી હાર આપી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ફિન એલેનની વિસ્ફોટક સદીના જોરે કોલકાતાએ સતત ચોથી જીત નોંધાવી છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે બંને ટીમો માટે આ જીત અત્યંત મહત્ત્વની હતી. 143 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત નબળી રહી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે 13 રને રનઆઉટ થયો હતો અને અંગક્રિશ રઘુવંશી માત્ર 1 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. 31 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ 'ઇમ્પેક્ટ પ્લેયર' તરીકે આવેલા ફિન એલેને મેદાન ગજવ્યું હતું.  એલેને માત્ર 47 બોલમાં 10 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. તેને કેમરન ગ્રીનનો સાથ મળ્યો, જેણે 2 છગ્ગા સાથે અણનમ 33 રન ફટકાર્યા હતા. KKR એ માત્ર 14.2 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત શાનદાર રહી હતી. કેએલ રાહુલ (23 રન) અને પથુમ નિસંકા (50 રન) એ પ્રથમ વિકેટ માટે 49 રન જોડ્યા હતા. જોકે, રાહુલ આઉટ થયા બાદ દિલ્હીની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. એક સમયે 1 વિકેટે 74 રન કરનાર દિલ્હીનો સ્કોર જોતજોતામાં 89/5 થઈ ગયો હતો. અક્ષર પટેલે 11 અને આશુતોષ શર્માએ 39 રનનું યોગદાન આપી ટીમને 8 વિકેટે 142 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. KKR તરફથી અનુકૂલ રોય અને કાર્તિક ત્યાગીએ ધારદાર બોલિંગ કરી હતી.