IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો?
December 17, 2025
ભારતીય અનકેપ્ડ ખેલાડીઓની વાત કરીએ તો, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર 14.20 કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચીને સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બનાવ્યા છે. ટોપ-10 સૌથી મોંઘા ખેલાડીઓમાં પાંચ વિદેશી ખેલાડીઓ અને પાંચ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે.આઈપીએલ 2026ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે (GT) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથેની જોરદાર બિડિંગ સ્પર્ધા બાદ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને ₹7 કરોડમાં ખરીદીને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. ક્રિકેટના સૌથી સફળ ઓલરાઉન્ડરો પૈકીના એક એવા જેસન હોલ્ડરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિદી ખબ જ પ્રભાવશાળી છે. ઓગસ્ટ 2025માં તેણે ડ્વેન બ્રાવોનો 78 વિકેટનો રેકોર્ડ તોડીને વેસ્ટ ઈન્ડીઝ માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તેણે આ સિદ્ધિ બ્રાવો કરતાં ઓછી મેચોમાં હાંસલ કરી હતી. હોલ્ડર એવા બોલરોની એલિટ ક્લબનો પણ ભાગ છે, જેણે T20I મેચમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હોય. તેણે 2022માં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં રાશિદ ખાન, લસિથ મલિંગા અને કર્ટિસ કેમ્ફરનો સમાવેશ થાય છે.
પ્રશાંત અને કાર્તિક શર્મા બંને IPL ઇતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયર્સ બન્યા. બંનેને ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા 14.2 કરોડમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. 30 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા પ્રશાંત વિરને ચેન્નઈ સુપરકિંગ્સ ટીમે રવિન્દ્ર જાડેજાની ટીમમાં ખાલી પડેલી જગ્યા પૂરી કરવા માટે ટીમમાં સામેલ કર્યો છે. પ્રશાંત વિર ડાબોડી સ્પિન બોલર અને લોઅર ઓર્ડર બેટર છે માટે ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાની ટીમમાં ખાલી પડેલી જગ્યા પૂરી કરી શકે એમ છે. તો બીજી તરફ વિકેટ કીપર બેટર કાર્તિક શર્મા લોઅર ઓર્ડરમાં ધોની જેવી ફિનિશિંગ સ્ટાઈલમાં બેટિંગ કરવા માટે જાણીતો છે. માટે આગામી સિઝન્સમાં જો ધોની ટીમમાં ન હોય તો આ યુવા ખેલાડીને CSKની ટીમ ભવિષ્ય માટે તૈયાર કરી શકે છે.
KKRએ કેમરન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હોય પણ તેને માત્ર 18 કરોડ રૂપિયા જ મળશે બાકીના 7.20 કરોડ રૂપિયા BCCIના વેલ્ફેર ફંડ જમા કરાવવામાં આવશે. તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તો અત્યાર સુધીના IPL ઓક્શનમાં ત્રીજો મોંઘો ખેલાડી બની ગયો છે.
Related Articles
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026