ઈરાને અમેરિકાનું ટેન્શન વધાર્યું! 36 મિનિટમાં 12000 કિ.મી. દૂર નિશાન તાકતી મિસાઈલ તૈયાર કર્યાનો દાવો
July 28, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામની ડેડલાઈન પહેલાં ઈરાને અમેરિકા સુધી પહોંચી શકે તેવી ખોર્રમશહર-5 (Khorramshahr-5) નામની મિસાઈલ બનાવી લીધી છે. આ મિસાઈલ ઈરાનની રાજધાની તેહરાનથી અમેરિકા પર આસાનીથી હુમલો કરી શકે છે. આને ઈરાનની સૌથી ખતરનાક મિસાઈલ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને ખોર્રમશહર સીરિઝની અગાઉની ચાર મિસાઈલોના પ્રક્ષેપણની જાણકારી દુનિયાને આપી હતી, પરંતુ પાંચમી મિસાઈલનું પ્રક્ષેપણ ચૂપચાપ કરી લીધું હોવાનું કહેવાય છે. ખોર્રમશહર-5 ઈરાન દ્વારા વિકસાવવામાં આવેલી એક અત્યાધુનિક મિસાઈલ છે, જેનું નામ ઈરાનના જાણીતા શહેર ખોર્રમશહર પરથી રાખવામાં આવ્યું છે. આ મિસાઈલને ઈરાનની સૌથી અદ્યતન મિસાઈલ માનવામાં આવે છે.
જો મિસાઈલની મુખ્ય વિશેષતા વિષે વાત કરીએ તો...
- - મારક ક્ષમતા: આ મિસાઈલની મારક ક્ષમતા 12,000 કિલોમીટર છે.
- - વોરહેડ: તે 2 ટન (લગભગ 2000 કિલો) વજનનો વોરહેડ લઈ જઈ શકે છે.
- - ઝડપ: તેની ઝડપ 16 મેક (MAC) છે, જે અવાજની ગતિ કરતાં 16 ગણી વધારે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખોર્રમશહર-5 જો તેહરાનથી છોડવામાં આવે તો તેને અમેરિકા પહોંચવામાં લગભગ 36 મિનિટનો સમય લાગશે. તેમજ તેહરાનથી અમેરિકાનું અંતર આશરે 11,000 કિલોમીટર છે, જે દર્શાવે છે કે આ મિસાઈલ અમેરિકા પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ઈરાની સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, ખોર્રમશહર-5નો 2 ટનનો વોરહેડ અમેરિકાના બંકર બસ્ટર બોમ્બ જેટલો શક્તિશાળી છે. નોંધનીય છે કે અગાઉ ઈરાન પરના હુમલા દરમિયાન અમેરિકાએ તેના 3 પરમાણુ ઠેકાણાઓ પર આવા બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો. તાજેતરમાં, ઈઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાને ઈઝરાયલના શહેરો પર મિસાઈલ હુમલા કર્યા હતા, જેના કારણે ઘણા શહેરોને નુકસાન થયું હતું. જોકે હજુ સુધી ખોર્રમશહર-5 મિસાઈલ અંગે અમેરિકા દ્વારા કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
Related Articles
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026