Breaking News :
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી

બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી

November 02, 2026

જયપુર : રાજસ્થાનની બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગના આરોપસર 15 વિદ્યાર્થિનીઓ સહિત 80 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોલેજની એન્ટી રેગિંગ સમિતિની તપાસમાં સામે આવ્યું હતું કે સિનિયર વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના મેડિકલ વિદ્યાર્થીઓને કથિત રીતે પરેશાન કરી તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા. આ કેસમાં 13 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

કેસનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો કે તેમને ‘વ્હાઈટ હાઉસ’ નામના રૂમમાં લઈ જવાતા હતા. ત્યાં વાળ કાપી નાખવામાં આવતા હોવાની ફરિયાદ થતાં તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન વોટ્સએપ ચેટ અને આપત્તિજનક સોશિયલ મીડિયા સામગ્રી મળી આવી છે. અધિકારીઓ મુજબ, આ વિદ્યાર્થીઓ જુનિયરોને હેરાન કરતા હતા અને તેમના ફોનમાંથી શંકાસ્પદ સામગ્રી પણ મળી હતી. હવે એન્ટી રેગિંગ સમિતિ આગળની તપાસ કરશે.

6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી 60 દિવસ સુધી શૈક્ષણિક કાર્ય પર પ્રતિબંધ મુકાયો છે, જ્યારે અન્ય છ વિદ્યાર્થીઓ પર એક વર્ષ સુધી સાંસ્કૃતિક અને ખેલ પ્રવૃત્તિમાં ભાગ લેવા પર રોક લગાવાઈ છે. વધુમાં, અન્ય સાત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી 30 દિવસ સુધી શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકાયો છે. 11 વિદ્યાર્થીઓને 30 દિવસ માટે હોસ્ટેલમાંથી દૂર કરાયા છે. તેમને 15 દિવસ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરવા અને એક વર્ષ સુધી સાંસ્કૃતિક તથા રમતગમતમાં ભાગ લેવા પર પ્રતિબંધનો આદેશ અપાયો છે.