જમ્મુ-કાશ્મીરમાં તહેનાત સૈન્ય અધિકારીની પત્નીએ ચીનને ગુપ્ત માહિતી લીક કરી, વિદેશી એજન્ટોને સંવેદનશીલ વિગતો આપ્યાનો આરોપ
October 21, 2026
જમ્મુ-કાશ્મીરમાં સેનાના એક અધિકારીની પત્ની સામે ચીન સાથે જોડાયેલા લોકો સહિત વિદેશી ગુપ્તચર એજન્ટોને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાનો ગંભીર આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા પર સોશિયલ મીડિયાના માધ્યમથી સંવેદનશીલ વિગતો એકઠી કરીને તેને વિદેશી એજન્ટો સાથે શેર કરવાનો આરોપ છે. આ ઘટનાએ સેનાના સોશિયલ મીડિયા નિયમોમાં રહેલી મોટી ખામી તરફ સૌનું ધ્યાન દોર્યું છે.
ભારતીય સેનામાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર અત્યંત સખત પાબંધીઓ લાદવામાં આવેલી છે. સેનાના જવાનોને સોશિયલ મીડિયા પર પોતાની લાઈવ કે કરંટ લોકેશન ટેગ કરવાની મનાઈ છે, અને જો કોઈ અજાણી વ્યક્તિ ઓનલાઈન સંપર્ક કરવાનો પ્રયાસ કરે તો તેની જાણ તુરંત જ ઉચ્ચ અધિકારીઓને કરવી ફરજિયાત છે. ડિસેમ્બર 2025માં નીતિમાં સુધારો કરીને યુનિફોર્મમાં ફોટો પોસ્ટ કરવા અને લોકેશન ટ્રેસ થઈ શકે તેવી સામગ્રી શેર કરવા પર સખત પ્રતિબંધ યથાવત રખાયો છે.
સેનાના આ કડક નિયમો માત્ર સેવારત કર્મચારીઓ માટે જ છે, તેમના પરિવારજનો એટલે કે પત્નીઓ કે બાળકો માટે નથી. મીડિયા રિપોર્ટ અનુસાર આર્મી એક્ટ અધિકારીઓના જીવનસાથીઓ પર લાગુ પડતો નથી, તેથી સેવા નિયમો હેઠળની પાબંધીઓ તેમના પર સીધી રીતે લાદી શકાતી નથી. જોકે કોઈ નાગરિક ગુનો કરે તો તેમની સામે ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે, અને આ જ કારણસર હવે પરિવારજનો માટે પણ નિયમોના દાયરા અંગે સવાલો ઉઠી રહ્યા છે.
છેલ્લા એક દાયકામાં પાકિસ્તાની અને અન્ય વિદેશી ગુપ્તચર એજન્સીઓ દ્વારા મહિલાઓના નામે ફેક આઈડી બનાવીને સેનાના જવાનોને હનીટ્રેપમાં ફસાવવાના અનેક કિસ્સા બન્યા છે. ડિસેમ્બર 2019માં નેવીના 7 કર્મચારીઓની ફેસબુક દ્વારા ફસાવીને માહિતી લીક કરવા બદલ ધરપકડ કરાઈ હતી, જ્યારે વાયુસેનાના અધિકારીઓ પર પણ યુદ્ધાભ્યાસ અને અન્ય માહિતી લીક કરવાના આરોપસર કાર્યવાહી થઈ ચૂકી છે.
Related Articles
મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો
મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ...
Oct 21, 2026
ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ
ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સ...
Oct 21, 2026
પેરિસમાં જીવન ખર્ચ અને શાળામાં ખરાબ હાલતોને લીધે રમખાણો-લૂંટફાટ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાદ્યો, 2500થી વધુ લોકોની ધરપકડ
પેરિસમાં જીવન ખર્ચ અને શાળામાં ખરાબ હાલત...
Oct 21, 2026
અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ
અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મા...
Oct 20, 2026
પેરિસ સળગી ઊઠ્યું: 1500 દુકાનો લૂંટાઈ, 1,000 પોલીસકર્મી ઘાયલ, મેક્રોન સરકાર મુશ્કેલીમાં!
પેરિસ સળગી ઊઠ્યું: 1500 દુકાનો લૂંટાઈ, 1...
Oct 19, 2026
ભારત મહત્ત્વપૂર્ણ દેશ, ટેરિફ લગાવતા પહેલા વિચારવું પડશે : માર્કો રુબિયો
ભારત મહત્ત્વપૂર્ણ દેશ, ટેરિફ લગાવતા પહેલ...
Oct 19, 2026
Trending NEWS
20 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026