ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ
August 02, 2025
ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેન શનિવારે સવારે પોતાના નિવાસના બાથરૂમમાં લપસી પડ્યાં હતા. પડી જવાથી તેમના માથામાં ગંભીર ઈજા પહોંચી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઈરફાન અંસારીએ આ અંગે જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીને પહેલા એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેમની જમશેદપુરની એક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે વિમાન દ્વારા દિલ્હીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રાજ્યના આરોગ્ય મંત્રી અંસારીએ એક નિવેદનમાં કહ્યું કે, 'રામદાસ સોરેનજીની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેઓ બાથરૂમમાં પડી ગયા હતા, જેના કારણે તેમના મગજમાં ગંભીર ઈજા થઈ હતી અને લોહીનો ગઠ્ઠો જામી ગયો છે. સોરેનને જમશેદપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોને જાણવા મળ્યું કે તેમના મગજમાં લોહી ગઠ્ઠો થઈ ગયો છે. હું સતત તેમના સંપર્કમાં છું અને તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યો છું.' હવે મંત્રીને વધુ સારવાર માટે દિલ્હી લઈ જવાયા છે. ગંભીર ઈજા પહોંચ્યા બાદ સોરેનને તાત્કાલિક ટાટા મોટર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પછી એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને દિલ્હીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે, રામદાસ સોરેનને કિડનીની બીમારી પણ છે અને તેની સારવાર દિલ્હીમાં જ ચાલી રહી હતી, તેથી પરિવારે દિલ્હી લઈ જવાનો નિર્ણય લીધો. રામદાસ સોરેન ઝારખંડ આંદોલનના પ્રમુખ નેતાઓમાંથી એક છે અને ચંપાઈ સોરેન ઝારખંડ મુક્તિ મોરચા છોડીને ભાજપમાં સામેલ થયા પછી તેઓ પાર્ટીમાં એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો......
01 May, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026