જૂનાગઢ: મહાદેવ ભારતી બાપુ 3 દિવસે જંગલમાંથી મળ્યા, સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
November 05, 2025
જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ (2 નવેમ્બર) વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા અને તેમના નિવાસસ્થાનેથી ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. 3 દિવસની સઘન શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને SDRFનું મેગા સર્ચ ઑપરેશન બાપુની ભાળ મેળવવા માટે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગીરનારના જંગલમાં વ્યાપક સ્તરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જેમાં 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ સંયુક્ત ઑપરેશનમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન વિભાગના કર્મચારીઓ સામેલ થયા હતા. સર્ચ ઑપરેશનની શરૂઆત જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી કરવામાં આવી હતી. પોલીસની ટીમોએ ગિરનાર પર આવેલી વિવિધ જગ્યાઓ જેવી કે જટાશંકર મંદિર, વેલનાથ સમાધિ વિસ્તાર, માજનનું પરાગ, નખલી કેડી, ઓરિયો કૂવા વાળો વિસ્તાર અને જાંબુડા તળાવ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત, પોલીસે ગિરનાર પર હાજર શ્રદ્ધાળુઓ અને લોકોના ફોટા પાડી તેમનું વેરિફિકેશન પણ કર્યું હતું. ત્રણ દિવસની અથાગ મહેનત બાદ આખરે મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
2 નવેમ્બરે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભારતી આશ્રમના ટ્રસ્ટીને ફોન કરીને જણાવ્યું હતું કે ‘હાલ હું જટાશંકર નજીક છું. મને અહીંથી લઇ જાઓ. મારી ભૂલ થઇ ગઇ છે. મારે આશ્રમ આવવું છે.’ આ ફોન કોલ પછી ભારતી આશ્રમના સંચાલકો અને સેવકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સેવકગણ તેમના છેલ્લા લોકેશન જટાશંકર પહોંચ્યા હતા. જો કે, મહાદેવ ભારતી બાપુ ત્યાંથી પણ નીકળી ગયા હતા. આ દરમિયાન પોલીસે મોબાઇલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે બાપુની શોધખોળ શરૂ કરી. પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન, સીસીટીવી ફૂટેજ, બાતમીદારો સહિતની ટીમને કામે લગાડી મહાદેવ ભારતીની શોધખોળ કરાઈ હતી. અનેક સાધુ-સંતો મહાદેવ ભારતીને શોધવા માટે તથા તેને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા હતા પરંતુ હજુ સુધી તેનો કોઈ પતો લાગ્યો ન હતો.

Related Articles
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે સાંજે થશે જાહેરાત, OBC અનામતના નવા રોટેશનનો થશે અમલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજ...
Apr 01, 2026
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું કર્યું લોકાર્પણ: ભારતીય સંસ્કૃતિની ભવ્ય ધરોહર ગણાવી
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્ર...
Apr 01, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ...
Mar 30, 2026
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ...
Mar 30, 2026
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે વાયડક્ટનું કામ પૂર્ણ
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ...
Mar 29, 2026
Trending NEWS
બિહારમાં નાસભાગમાં 8ના મોત: નાલંદામાં શીતળા માતા મ...
31 March, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સા...
30 March, 2026
ફિલિપાઈન્સમાં ડીઝલ 81% મોંઘું, US-કેનેડામાં પણ ભાવ...
30 March, 2026
યુદ્ધ જલ્દી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો... હવે એ જ...
30 March, 2026
'ગ્રાઉન્ડ ઓપરેશન'માં એકલું પડ્યું અમેરિકા! ઈરાનમાં...
30 March, 2026
શેરબજારમાં 'બ્લેક મન્ડે': સેન્સેક્સ 1000 તો નિફ્ટી...
30 March, 2026
નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ...
30 March, 2026
મિનાબ સ્કૂલ હુમલો: ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા જ...
30 March, 2026
પાકિસ્તાનની ‘સ્માર્ટ લોકડાઉન’ની તૈયારી! સરકારે કહ્...
30 March, 2026
નેપાળ: ધરપકડના બીજા દિવસે પૂર્વ વડાપ્રધાન કેપી શર્...
30 March, 2026