જસ્ટિન ટ્રુડો ટૂંક સમયમાં PM પદેથી રાજીનામું આપશે!
January 06, 2025

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે તે જલદી જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે. એક અહેવાલ અનુસાર નેશનલ કોકસની બુધવારે યોજાનાર બેઠકર પહેલાં ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દેશે.
ભારત વિરોધી વલણ અપનાવનારા ટ્રુડો હવે દેશમાં જ ઘેરાતા જઈ રહ્યા છે. ટ્રુડો પર તેમની પાર્ટીના સાંસદો તરફથી રાજીનામું આપી દેવા માટે મહિનાઓથી દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દબાણ ત્યારે વધી ગયું જ્યારે તેમના નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રિલેન્ડએ 16 ડિસેમ્બરે એમ કહેતા પદ છોડ્યું કે નીતિગત મુદ્દાઓ પર મારા અને વડાપ્રધાન વચ્ચે મતભેદ છે.
એક અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રુડોનું રાજીનામું બુધવારે યોજાનારી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કોકસની બેઠક પહેલા આવશે. એક સ્ત્રોતે જણાવ્યું કે કેનેડિયન પીએમને લાગે છે કે તેમણે નેશનલ કોકસની બેઠક પહેલાં જાહેરાત કરવાની જરૂર છે જેથી એવું ન લાગે કે તેમને પાર્ટીના સાંસદો દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર ચાલુ રહેશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.
લિબરલ પાર્ટી પાસે હાલમાં કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં 153 સાંસદો છે. કેનેડિયન હાઉસ ઓફ કોમન્સમાં 338 સીટો છે. તેમાં બહુમતનો આંકડો 170 છે. થોડા મહિનાઓ પહેલા ટ્રુડો સરકારના સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. NDP એ ખાલિસ્તાની તરફી કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા બાદથી તેમના પર દબાણ વધી ગયું છે. ટ્રમ્પ સતત તેમને નિશાને લઈ રહ્યા છે. ઈલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ કહ્યું હતું કે હવે ટ્રુડોના સત્તામાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025