ઓલિમ્પિક 2036: પહેલીવાર સત્તાવાર રીતે મેજબાનીની રેસમાં સામેલ થયું ભારત, પ્રતિનિધિમંડળની મુલાકાત
July 02, 2025
ભારત પહેલી વાર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા પહેલ કરી રહ્યું છે. આ મુદ્દે સમયાંતરે ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદમાં ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહેલા સ્ટેડિયમની કામગીરી પણ લગભગ પૂર્ણ થવાના આરે છે. ભારતે સત્તાવાર રીતે 2036 ઓલિમ્પિકની યજમાની કરવા નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડના લુઝાનમાં મંગળવારે ભારતીય પ્રતિનિધિમંડળે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના અધિકારીઓની મુલાકાત કરી ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ સત્તાવાર રીતે રજૂ કર્યો હતો.
આ દાવો રજૂ કરવાનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. IOC એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે હાલમાં તે ભવિષ્યની ઓલિમ્પિક રમતો માટે યજમાન દેશની પસંદગી પ્રક્રિયા અટકાવી રહ્યું છે. તેના આ નિવેદન બાદ ભારતીય પ્રતિનિધિમંડળની IOC સાથે બેઠક થઈ હતી.
ભારતીય પ્રતિનિધિમંડળમાં ભારતીય ઓલિમ્પિક સંઘની અધ્યક્ષ પીટી ઉષા ઉપરાંત કેન્દ્રીય રમત મંત્રાલય અને ગુજરાત સરકારના પ્રતિનિધિ સામેલ હતાં. પ્રતિનિધિમંડળે ઔપચારિક રીતે અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કર્યું હતું. ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સમક્ષ સત્તાવાર રીતે તેના એક શહેરનું નામ યજમાન શહેર તરીકે રજૂ કર્યું છે. 2032 ઓલિમ્પિક રમતો બ્રિસ્બનમાં યોજાવાની છે, ભારતની નજર 2036ની ઓલિમ્પિકના આયોજન પર છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ આ અંગે જણાવ્યું હતું કે, 'ભારતમાં ઓલિમ્પિક રમતોનું આયોજન માત્ર એક ભવ્ય કાર્યક્રમ જ નહીં પરંતુ ઈતિહાસમાં પ્રથમ વખત યોજાનારી ઈવેન્ટ છે. જેની અસર તમામ ભારતીયો પર પડશે.' પીટી ઉષાએ લુઝાનમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધિકારીઓ સાથે ભારતીય પ્રતિનિધિમંડળની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે આ વાતચીતને અર્થપૂર્ણ ગણાવી છે.
Related Articles
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026